કરણ – સલમાનનું કોલબરેશન ફરી અટકી ગયું. હવે વોર ફિલ્મોનો ટ્રેન્ડ ન રહ્યો હોવાથી કાર્તિક સાથે પેચ અપનો પ્રોજેક્ટ પડતો મૂકાયોે.
કરણ જોહરે સલમાન ખાન સાથેની ‘ધી બુલ’ અને કાર્તિક આર્યન સાથેની એક વોર ફિલ્મ પડતી મૂકી દીધી હોવાની ચર્ચા છે. કરણ જોહર અને સલમાન ખાને વર્ષોથી કોઈ મોટા પ્રોજેક્ટસમાં સાથે કામ કર્યું નથી. બંને સારા મિત્રો છે પરંતુ કોઈને કોઈ કારણોસર બંનેનું કોલબરેશન શક્ય બનતું જ નથી. સલમાનની કેરિયર ડામાડોળ થતાં કરણ જોહરે તેને ‘ધી બુલ’ ઓફર કરી હતી. સાઉથના ડાયરેક્ટર વિષ્ણુ વર્ધન આ ફિલ્મ ડાયરેક્ટ કરવાના હતા. પરંતુ, સલમાનની તારીખોનો મેળ ન બેસતાં હવે કરણ અને સલમાન બંનેએ આ પ્રોજેક્ટ હાલ પૂરતો સ્થગિત રાખવાની સંમતિ સાધી લીધી છે.
કાર્તિક અને કરણ જોહર વચ્ચે પેચ અપ પ્રોજેક્ટ કહેવાતી વોર ફિલ્મ પણ પડતી મૂકાઈ છે. આ ફિલ્મ કરણ જોહર અને એકતા કપૂર બંને સંયુક્ત રીતે પ્રોડયૂસ કરવાના હતા. પરંતુ, પાછલા કેટલાક મહિનાઓમાં વોર ફિલ્મ કે દેશપ્રેમની થીમ પર બનેલી ફિલ્મો ચાલી નથી .આથી, કરણને લાગ્યું છે કે હવે લોકો દેશપ્રેમ અને યુદ્ધની એકની એક થીમ જોઈ કંટાળી ગયા છે. આથી તેણે આ ફિલ્મ પડતી મૂકી છે. આ જ રીતે અગાઉ કાર્તિક આર્યન તથા જાહ્વવી કપૂરને લઈ કરણ જોહરે અગાઉ ‘દોસ્તાના ટૂ’ શરુ કરી હતી. તે જ વખતે કાર્તિક અને જાહ્વવી વચ્ચે અણબનાવ સર્જાતાં કરણે કાર્તિક પર અનપ્રોફેશનલ અભિગમનો આરોપ મૂકી તેને હાંકી કાઢ્યો હતો અને ‘દોસ્તાના ટૂ’ પડતી મૂકી હતી.