શૂટિંગ કે રીલિઝ કશું સમયસર નહિ થાય.
સાઉથનો હિરો યશ તથા બોલીવૂડની હિરોઈન કિયારા અડવાણીની ફિલ્મ ‘ટોક્સિક’નું સમગ્ર શિડ્યૂલ રફેદફે થઈ ગયું છે. ફિલ્મની કાસ્ટિંગમાં વારંવાર ફેરફાર થઈ રહ્યા હોવાથી શૂટિંગની તારીખો સચવાતી નથી. ફિલ્મ આગામી એપ્રિલમાં રીલિઝ થાય તેવી શક્યતાઓ હવે ઘટી રહી છે. ફિલ્મમાં યશની બહેનના રોલમાં પહેલાં કરીના કપૂર હતી. પરંતુ, કરીનાએ આ ફિલ્મ છોડી દેતાં તેની જગ્યાએ નયનતારા ગોઠવાઈ હતી. બાદમાં યશ સામે કિયારા ઉપરાંત બીજી હિરોઈન તરીકે તારા સુતરિયા નક્કી થઈ હોવાનું કહેવાતું હતું. હવે તારા એ જાતે ખુલાસો કર્યો છે કે પોતે આ પ્રોજેક્ટમાં સામેલ નથી. કલાકારો વારંવાર બદલાતા હોવાથી અન્ય કલાકારોેએ અગાઉથી આપેલી તારીખો રદ કરવી પડે છે. આથી તેનું શૂટિંગ આગળ વધારવામાં મુશ્કેલી નડી રહી છે. આ ફિલ્મ દાયકાઓ પહેલાંના કેફી દ્રવ્યોના વેપાર પર આધારિત છે. તેમાં હુમા કુરેશી નેગેટિવ ભૂમિકા ભજવી રહી છે.