પ્રિયંકા ચોપરાને ધી બ્લફના શૂટિંગ વખતે ગળાં પર ઈજા

  કઈ રીતે ઈજા થઈ તેની વિગતો નહિ. કોઈ સ્ટન્ટ સીનના શૂટિંગ વખતે કાપો પડયો હોવાની સંભાવના, ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ કરી રહી છે.

પ્રિયંકા ચોપરા હાલ પોતાની આગામી હોલીવૂડ ફિલ્મ ‘ધી બ્લફ’નું શૂટિંગ કરી રહી છે. આ દરમિયાન તે સેટ પર ઘાયલ થઇ ગઇ છે. તેની ગરદન પર ઊંડો જખમ પડી ગયો છે, સદભાગ્યે તે બચી ગઇ છે. પ્રિયંકાએ સોશિયલ મીડિયાપર એ ઘાની તસવીર શેર કરીને જાણકારી આપી છે. 

આ પહેલા પણ પ્રિયંકા ચોપરાને શૂટિંગ દરમિયાન અકસ્માત થયા છે. જોકે આ વખતે તેની ગરદન પર  ઊંડો ઘસરકો પડી ગયો છે. પ્રિયંકાએ તેની સાથે અકસ્માત કઇ રીતે થયો તે જણાવ્યું નથી. પ્રિયંકાનીઆ ફિલ્મ ઓટીટી પર રિલીઝ થવાની છે. પ્રિયંકા હાલ ઓસ્ટ્રેલિયામાં શૂટિંગ કરી રહી છે. થોડા દિવસો પહેલાં તેણે ઓસ્ટ્રેલિયાથી કેટલીક તસવીરો પણ શેર કરી હતી. તે દીકરી માલતી મેરીને પણ  શૂટિંગમાં સાથે લઈ ગઈ છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *