સેન્ટ્રલ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે

સુરત પાલિકાના વરાછા ઝોન વિસ્તારમાં વરાછા વોટર વર્કસ થી વરાછા અને અન્ય ઝોનમા પાણી પુરવઠો સપ્લાય કરતી પાણીની લાઈન લીકેજ થઈ છે. આ લીકેજ લાઈનને રીપેર કરવાની કામગીરી આગામી સોમવારે હાથ ધરવામાં આવવાની હોય સોમવારે સુરતના વરાછા- કતારગામ અને સેન્ટ્રલ ઝોનના અનેક વિસ્તારોમાં પાણી પુરવઠો ખોરવાશે. જે વિસ્તારમાં પાણી પુરવઠો ખોરવાશે તે વિસ્તારના લોકોને સોમવારે કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકાએ અપીલ કરી છે. 

સુરત મહાનગરપાલિકાના પૂર્વ ઝોન-એ(વરાછા) વિસ્તારમાં આવેલ ગીતાંજલી પેટ્રોલ પંપની સામે વરાછા મેઈન રોડ પર આવેલ વરાછા વોટર વર્કસ થી વરાછા ઝોન તથા સેન્ટ્રલ ઝોનના વિસ્તારમાં સપ્લાય કરતી હયાત પાણીની લાઈન લીકેજ થઈ છે. આ લીકેજ લાઈન રિપેર કરવાની કામગીરી સોમવારે સવારે 8 વાગ્યાથી રાત્રી ના 11 વાગ્યા સુધી કરવામાં આવશે. આ કામગીરીના કારણે વરાછા એ ઝોનના કેટલાક વિસ્તારમાં બપોરે આપવામાં આવતા પાણી પુરવઠો  મળશે નહીં. આવી જ રીતે કતારગામ ઝોનના કેટલાક વિસ્તારમાં આ લાઈન થી સાંજના સમયે પાણી પુરવઠો આપવામા આવે છે અને સેન્ટ્રલ ઝોનના ઉત્તર વિસ્તારમાં પાણી સાંજે પાણી પુરવઠો આપવામાં આવે છે તે પાણી પુરવઠો સોમવારે આપવામાં આવશે નહીં. આ સમય દરમિયાન લોકોને કરકસર પૂર્વક પાણીનો ઉપયોગ કરવા તથા જરૂરિયાત મુજબના પાણીનો સંગ્રહ કરવા માટે પાલિકાએ અપીલ કરી છે. 

આ વિસ્તારમાં સોમવારે પાણી પુરવઠો મળશે નહી

પૂર્વ ઝોન-એ (વરાછા) : અશ્વિનીકુમાર, ફુલપાડા, લંબે હનુમાન રોડ, ઉમરવાડા, નાના વરાછા કરંજ, કાપોદ્રા તેમજ સીતારામ સોસાયટી અને આઈમાતા રોડ તથા તેની આસપાસનો વિસ્તાર,

સેન્ટ્રલ ઝોન (ઉત્તર વિભાગ) : રેલ્વે સ્ટેશન દિલ્હી ગેટ થી ચોક બજાર, રાજમાર્ગ થી ઉત્તર તરફના વિસ્તારમાં મહીધરપુરા રામપુરા હરીપુરા, સૈયદપુરા ધાસ્તીપુરા, શાહપોર-નાણાવટ અને આજુબાજુના સમગ્ર વિસ્તાર

કતારગામ ઝોન : કતારગામ દરવાજા,સુમુલ ડેરીસુમુલ ડેરી રોડ, અલકાપુરીગોટાલાવાડી, કતારગામ બાળાશ્રમ તથા તેની આજુબાજુનો સમગ્ર વિસ્તાર