દિવ્યાંગો માટે વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ કરશે

વડોદરા કોર્પોરેશન સંચાલિત નાઈટ શેલ્ટરની કામગીરીનું નિરીક્ષણ કરવા સ્થાયી સમિતિના અધ્યક્ષએ સ્થળ વિઝીટ કરી તાગ મેળવ્યો હતો. આ દરમ્યાન આશરો લેતી વૃદ્ધાને વડોદરા કોર્પોરેશન ટીબીની સારવાર આપવાની સાથે તમામ નાઈટ શેલ્ટર ખાતે હવે દિવ્યાંગો માટે વ્હીલચેરની સુવિધા પણ ઉપલબ્ધ કરાવશે.

વડોદરા શહેરમાં ફૂટપાથ પર વસતા તથા બેઘર લોકો માટે વડોદરા કોર્પોરેશન દ્વારા નાઈટ શેલ્ટરની સુવિધા ઉભી કરવામાં આવી છે. વડોદરા કોર્પોરેશન સંચાલિત નવ નાઈટ શેલ્ટર પૈકી 06 નાઈટ શેલ્ટર કાર્યરત છે. જ્યારે સોમા તળાવ ખાતે વધુ એક નાઈટ શેલ્ટરનું મેયરના હસ્તે લોકાર્પણ થશે. ત્યારે અટલાદરા અને વડસર નાઈટ શેલ્ટરની પરિસ્થિતિનો તાગ મેળવવા સ્થળ વિઝીટ કરી હતી. આ દરમિયાન દાહોદની વૃદ્ધાને ટીબી હોવાનું બહાર આવતા કોર્પોરેશન હવે તેમની સારવાર હાથ ધરશે. સાથે સ્થળ પર જ બે લાભાર્થીઓના આધાર કાર્ડ કાઢી આપવાની કામગીરી પૂર્ણ કરી હતી. સાથે હવે તમામ નાઈટ શેલ્ટર ખાતે સીએસઆર જન ભાગીદારી માધ્યમથી એક એક વ્હીલચેર પણ મુકાશે.