જાણો એ ચક્રવાત વિશે જે બાંગ્લાદેશના સર્જનનું નિમિત બન્યું.

બાંગ્લાદેશના મુકિતસંગ્રામ માટે યુદ્ધ થયું તેની પુષ્ઠભૂમિ તો પાકિસ્તાનનો જન્મ થવાથી સાથે જ બંધાઇ ગઇ હતી પરંતુ ભોલા નામનું ચક્રવાત પણ પાકિસ્તાનના હુકમરાનો માટે પનોતી સાબીત થયું હતું. આસમાની અને સુલતાની નકારાત્મક આબોહવાએ પૂર્વી પાકિસ્તાનના લોકોને સ્વતંત્ર થવા માટે ઉશ્કેર્યા હતા. મુકિત સંગ્રામ શરુ થવાના લગભગ 12 નવેમ્બર 1970ની સાંજે પૂર્વી પાકિસ્તાન (હાલના બાંગ્લાદેશ)ના કાંઠે ભોલા ત્રાટકયું હતું. આ ઉષ્ણકટિબંધિય વાવાઝોડુ એટલું શકિતશાળી હતું કે કાંઠા વિસ્તારના 3 થી 5 લાખ લોકોને મોતની ચાદર ઓઢાડી હતા. આ વાવાઝોડાએ ખાલી છાપરા નહી પાકિસ્તાનની યાહાખાન સરકારની આબરુ ઉડાડી

એ સમય કમ્યુનિકેશન ઉપકરણો અને પ્રચાર-પ્રસારના સાધનોને દબાવીને સરકારે વાવાઝોડાની ભયાનકતાને ઓછી આંકવા પ્રયાસ કર્યો, ચક્રવાતના 10 દિવસ પછી બાંગ્લાદેશના સ્થાનિક નેતાગણે પાકિસ્તાન પર જાણી જોઇને બાંગ્લા લોકોની ઉપેક્ષા કરીને મરવા મજબૂર કર્યા હોવાના આક્ષેપો સાથે વિરોધ પ્રદર્શન શરુ કર્યા. વિરોધ પ્રજળીને ઢાંકા સુધી પહોંચતા 19 નવેમ્બરના રોજ કોલેજના યુવાનોએ એક મોટી રેલી કાઢી.અબ્દુલ હમીદખાન ભશાની નામના નેતાએ 24 નવેમ્બરે 50 હજાર લોકોની વિશાળ સભાને સંબોધન કરીને પાકિસ્તાન સરકારને ચાબખા માર્યા,

પાકિસ્તાન સત્તાવાળાઓએ ભૂલ થઇ હોવાની કબૂલાત કરી પરંતુ તે મગરના આંસુથી વિશેષ ન હતી. કેલેન્ડર વર્ષ 1971ના ફેબુ્આરી અને માર્ચ મહિના દરમિયાન સરકારી રાહત માટેની બે ઓફિસનો સરકારે અવડવંડાઇ કરીને બંધ કરી દીધી. બાંગ્લાભૂમિ (પૂવી પાકિસ્તાન)માં સરકારે વિકાસના કામો અટકાવી દીધા. અવામી લીંગે આ પગલાનો રાજકિય મંચ પર જોરશોર વિરોધ કર્યો. છેવટે મર્યાદિત સમયના રાહતકામો શરુ થયા પરંતુ લાંબા ગાળાની યોજનાઓ અને વિકાસ કામો થંભેલા જ રહયા હતા. આ હુંસાતુંસી ગૃ્હયુધ્ધમાં પલટાઇ જે બાંગ્લાદેશ મુકિત યુધ્ધ સુધી ચાલતી રહી હતી. પ્રથમવાર એવું બન્યું કે કોઇ પ્રાકૃતિક ઘટના  ગૃ્હયુધ્ધની ટ્રિંગર દબાવવાનું કારણ બની હતી.