અમેરિકામાં વસતા ગુજરાતી મૂળના ડોક્ટરને પ્રેક્ટિસ કરવા પર પ્રતિબંધિત કરવામાં આવ્યો છે. ૪૧ વર્ષીય ડોક્ટર પર પોતાના જ પરિવારજનોની હત્યાનો પ્રયત્ન કરવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
રેડિયોેલોજીસ્ટ ધર્મેશ એ પટેલ પર જાન્યુઆરીમાં હત્યાના ત્રણ કેસો દાખલ કરવામાં આવ્યા હતાં. આરોપી પર ઇરાદાપૂર્વક પોતાની પત્ની અને બે બાળકોેને ટેકરી પરથી નીચે ફેંકવાનો આરોપ મૂકવામાં આવ્યો છે.
મેડિકલ બોર્ડ ઓફ કેલિફોર્નિયાના પટેલ પર પ્રતિબંધ મૂકવાના પ્રસ્તાવને સેન મેટો સુપિરિયર કોર્ટના ન્યાયમૂર્તિ રાહેલ હોલ્ટે મંજૂરી આપી હતી. હાલમાં પટેલ જેલમાં બંધ છે.
કોર્ટમાં ચર્ચા દરમિયાન ન્યાયમૂર્તિએ આ પગલાને યોગ્ય ઠેરવ્યોે હતો. મેડિકલ બોર્ડના પ્રસ્તાવમાં જણાવવામાં આવ્યું છે કે જાહેર સુરક્ષા માટે પટેલને ગુનાહિત કેસો ચાલે ત્યાં સુધી પ્રેક્ટિસ કરવા માટે પ્રતિબંધિત કરવામાં આવે.
નિયામકોએ પટેલની પત્ની દ્વારા કરવામાં આવેલી ટિપ્પણીનો સંદર્ભ આપતા જણાવ્યું હતું કે પટેલે જાણીજોઇને આવું કર્યુ હતું. જો કે પટેલ પોતાની વિરુદ્ધના તમામ આરોપો નકારી કાઢ્યા છે.
આ ઘટનામાં પટેલને પગમાં ઇજા થઇ હતી. જ્યારે પત્નીને વધારે ગંભીર ઇજા થઇ હતી. ચાર વર્ષનો પુત્ર બચી ગયો હતો પણ સાત વર્ષના દીકરાને ગંભીર ઇજા થઇ હતી.