વાવાઝોડું ટકરાતા જ જુઓ કેવા થયા હાલ?
- જખૌ તેમજ નલિયામાં ભારે પવન સાથે વરસાદ વરસ્યો
- અનેક ઠેકાણે મોબાઈલના ટાવર ધરાશાયી
- તડાવ-લોદ્રાણી ગામમાં ધોધમાર વરસાદને કારણે પાણી ભરાયા
- કચ્છના તમામ વિસ્તારોમાં ભયંકર પવન
- માંડવી, કંડલા, મુંદ્રા અને ગાંધીધામમાં ભારે પવન ફૂંકાયો
- પોરબંદરમાં 60-70 કિ.મીની ઝડપે પવન ફૂંકાવાનો શરૂ
- દરિયાકિનારે ઊંચા મોજા ઉછળવાના શરૂ
- પવનની ગતિ અને તીવ્રતામાં ભારે વધારો
- સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટા સાથે વરસાદ શરૂ
- જામનગર જિલ્લામાં 61 વૃક્ષો ધરાશાયી
07:35 PM Update
CMએ સ્થિતિની સમીક્ષા કરી
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સ્ટેટ ઈમરજન્સી ઓપરેશન સેન્ટર ખાતે પહોંચ્યા છે અને સતત હવામાન વિભાગના અધિકારીઓ પાસેથી વાવાઝોડાં અંગે માહિતી મેળવી રહ્યા છે.
07:30 PM Update
અમદાવાદના ઘણા વિસ્તારોમાં ભારે પવન સાથે ધોધમાર વરસાદ શરૂ થઇ ગયો છે. અમદાવાદ એરપોર્ટ, સાબરમતી રિવરફ્રન્ટ, એસજી હાઇવે, વસ્ત્રાપુર, બોડકદેવ સહિત ઘણા વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે.
07:25 PM Update
અમરેલીમાં 25થી વધુ મકાનના છાપરા ઉડી ગયા
વાવાઝોડું ટકારાતાં જ અમરેલીના રાજુલામાં 4 ઇંચથી વધુ વરસાદ ખાબક્યો. સાથે જ 25થી વધુ મકાનના છાપરા ઉડી ગયા અને મકાનોને ભારે નુકસાન થયું છે.
07:15 PM Update
મધરાતે વાવાઝોડું લેન્ડફોલ થશે તેવી સંભાવના
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, કચ્છ અને દ્વારકામાં લેન્ડફોલની શરૂઆત થઇ ગઈ છે. વાવાઝોડાની આંખનો વ્યાસ 50 કિલોમીટર છે. હાલમાં 13થી 14 કિલોમીટરની છે. વાવાઝોડાને પસાર થતા પાંચ કલાક થશે. મધરાતે વાવાઝોડું લેન્ડફોલ થાય તેવી સંભાવના છે.
07:10 PM Update
જાણી લો બિપરજોય કેટલું દૂર?
જખૌ પોર્ટથી | 50 કિમી દૂર |
કચ્છના નલિયાથી | 100 કિમી દૂર |
દ્વારકાથી | 130 કિમી દૂર |
07:00 PM Update
આગામી 4 કલાકમાં લેન્ડ ક્રોસ થઈ જશે. 150 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. કરાંચી માંડવી વચ્ચે આગળ વધી રહ્યું છે.
06:43 PM Update
વાવાઝોડાની લેન્ડફોલ પ્રક્રિયા શરૂ… 6થી 7 કલાક અસર રહેશે… મધરાત્રિનો સમય અતિભારે
06:40 PM Update
- સૌરાષ્ટ્રમાં પવનના સુસવાટા સાથે વરસાદ ધબધબાટી શરૂ
- દ્વારકા પાસે અલખ હોટેલનો શેડ ઉડ્યો
- મોરબીના કારખાનાના પતરા ઉડ્યા
- પોરબંદરમાં પ્રતિકલાક 60થી 70 કિ.મી.ની ઝડપે પવન ફુંકાયો
- ગીર સોમનાથમાં ભારે વરસાદ
- દ્વારકા જિલ્લામાં હર્ષદના દરિયામાં કરંટ જોવા મળ્યો
- ઓખાથી જેટી તરફ જવાના રસ્તા પર પાણી ફરી વળ્યા
ભુજ, જામનગર, રાજકોટ એરપોર્ટ બંધ
વાવાઝોડાને કારણે ભુજ, જામનગર અને રાજકોટ એરપોર્ટ પર કામચલાઉ ધોરણે ફ્લાઇટ ઓપરેશન સ્થગિત કરાઈ છે. જામનગર એરપોર્ટ ઓથોરિટીએ જણાવ્યું કે, હાલ માત્ર ઇમરજન્સી ફ્લાઈટ્સ જ ઉડાવાશે. હાલ સંપૂર્ણ ધ્યાન બચાવકાર્ય પર અપાઈ રહ્યું છે. આ માટે પૂરતા ઇંધણની વ્યવસ્થા કરાઈ છે તેમજ એરપોર્ટ ઉપર કોઈ પણ પ્લેન પાર્ક કરવામાં આવ્યાં નથી. રાજકોટ એરપોર્ટ પર આજની તમામ ફ્લાઈટ્સ રદ કરી દેવામાં આવી છે. એ જ રીતે ભુજ એરપોર્ટ પર પણ તમામ ફ્લાઈટ્સને રદ કરી દેવામાં આવી છે. જોકે, અમદાવાદ ઇન્ટરનેશનલ એરપોર્ટ ચાલુ રાખવામાં આવ્યું છે.
કોસ્ટગાર્ડ રિજીયત નોર્થ વેસ્ટના કમાન્ડન્ટ ઈન્સ્પેક્ટર જનરલ અમિત કુમાર હાર્બોલાએ કહ્યું કે, બિપરજોય વાવાઝોડું ખૂબ જ સિવિયર સાક્લોન છે. તેમણે કહ્યું કે, ૬ જુનથી અમે મોનિટરિંગ કરી રહ્યા છીએ. અમે એ જ સમયથી અમારા એર ક્રાફ્ટ અને શીપ સક્રિય કર્યા હતા. માછીમારોને પણ તાત્કાલિક સજાગ કરાયા હતા. અમે સ્ટેક હોલ્ડર, પોર્ટ, મરીન પોલીસ સાથે મળીને કામ કરી રહ્યા છે. ગઈકાલ સુધીમાં 39 શીપ પરત લાવવાની કાર્યવાહી કરાઈ છે. અલગ જગ્યા પર 8 સ્ટેશનમાં 15 જહાજ, 7 એર ક્રાફ્ટ, 4 ડોર્નિયર અને 3 હેલીકોપ્ટર એલર્ટ પર રાખ્યા છે. ગઈકાલે 3 જહાજ દરિયામાં જોવા મળ્યા હતા. એમાં એન્જીનનો પ્રોબ્લેમ હતો અને પછી તે સાઉથ દિશામાં જતું રહ્યું છે. 6 વખત અમે માછીમારો સાથે સંવાદ કર્યો છે. ઓઈલ હેન્ડલીંગ એજન્સી સાથે પણ અમે સંવાદ કર્યો છે. 12 તારીખે અમે 26 લોકોનું રેસ્ક્યુ કરીને બચાવ્યા છે અને બીજા દિવસે સુનિલ દત્ત અને સૌરવ નામના બે કેપ્ટનની મદદથી બીજા 24 એમ કુલ 50 લોકોને બચાવ્યા છે. પૂર આવે અને જરૂર પડે તે માટે 53 ઓન બોર્ડ એન્જીન, 1 હજાર લાઈફ જેકેટ તૈયાર રાખ્યા છે. જખૌ, ઓખા, મુંદ્રા, વાદીનાર ખાતે પણ અમારી ટીમ સ્ટેન્ડ બાય રાખી છે.