મોદીએ મોર સાથે ફોટો પડાવ્યા બાદ મોટી ઘટના, 21 લાખ મોરપીંછ દિલ્હીમાં પકડાયા, 4 લાખ મોરનો શિકાર?
3 એપ્રિલ 2021, 2565 કિલો વજનના 21 લાખ મોરપીંછ ચીનમાં મોકલાતા હતા ત્યારે દિલ્હીમાં તુગલકાબાદ ડેપોમાંથી એક કન્ટેનરમાં મળી આવ્યા હતાં. 20થી 25 હજાર મોરનો શિકાર થાય ત્યારે આટલા રંગબેરંગી પીછા એકઠા થઈ શકે. જેની કિંમત ભારતમા રૂપિયા 5.25 કરોડ અને વિદેશમાં રૂપિયા 50 કરોડ થાય છે.
સપ્ટેમ્બર 2020થી ફેબ્રુઆરી 2021 સુધીમાં આ કંપનીએ 26 કન્ટેનર ચીન મોકલેલા હતાં. એ હિસાબે 70 હજાર કિલોના 545 કરોડ મોરપીંછની કિંમત 135 કરોડ રૂપિયા થવા જાય છે. 4 લાખ મોરની હત્યા થાય તોજ આટલા મોરપીંછ મળી શકે.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના દિલ્હીના ભવ્ય બંગલામાં મોરને ચણ આપીને ફોટો શુટિંગ કર્યું હતું ત્યારબાદ આ ઘટના સામે આવી છે.
મોરનો શિકાર કર્યા વગર આટલી મોટી સંખ્યામાં મોરપીંછનો જથ્થો મળવો અશક્ય છે. આટલા મોટા પ્રમાણમાં મોરના પીંછા જમીન પર એકએક કરીને વીણીને એકઠાં કરી શકાય નહીં. મોરના શિકારનું મોટું નેટવર્ક ભારતમાં ચાલતું હોવાની શક્યતા કસ્ટમ વિભાગે વ્યક્ત કરીને સીબીઆઈની તપાસ કરવાની વેતરણમાં છે.
ગુજરાતના ચાંચ ગામમાં 7 હજાર મોર છે. દરેક ગામમા 1000થી 7 હજાર મોર હોય છે. જંગલ અને શહેરો ગણીને ગુજરાતમાં 2 માણસે એક રાષ્ટ્રીય પક્ષી મોરની વસતી હોવાનો અંદાજ છે. ગીરના જંગલમાં સૌથી વધું મોર છે.
source : All gujarat news