પોરબંદર : પાયોનીયર ક્લબની કમીટીની રચના

પોરબંદરમાં વર્ષો પૂર્વે પાયોનીયર ક્લબ કાર્યરત હતું, પરંતુ પછી આ સંસ્થા નિષ્ક્રિય બની ગઈ હતી અને હવે પુન: નવી કમીટીની રચના કરવામાં આવી છે અને સેવાકાર્યો વેગવંતા બનાવાશે તેવું જાણવા મળ્યું છે.

પાયોનીયર ક્લબ ઓફ પોરબંદર દ્વારા નવી કમિટી ની રચના માટે એક મીટીંગ નું આયોજન થયું. જેમાં નવા વરસના ચેરમેન તરીકે બીપીનભાઈ પલાણ, પ્રેસિડેન્ટ તરીકે પ્રવીણભાઈ ખોરવા, વાઈસ પ્રેસિડેન્ટ તરીકે જયેન્દ્રભાઈ ખુંટી તથા મહેન્દ્રભાઈ જંગી, સેક્રેટરી તરીકે કેતનભાઈ પટેલ, જોઈન્ટ સેક્રેટરી તરીકે જયેશભાઈ માંડવીયા, ટ્રેઝરર તરીકે દિલીપભાઈ ગંધા, જોઈન્ટ ટ્રેઝરર તરીકે પરેશભાઈ પારેખ ની વરણી કરવામાં આવી.

કમિટી મેમ્બરમાં રાજેન્દ્રસિંહ રાણા, અલ્પેશભાઈ મશ, શૈલેષભાઈ કોટેચા, સંજયભાઈ લોઢારી, ધર્મેશભાઈ દેસાઈ, મહેશભાઈ ગોરફાડ, હરેશભાઈ રાડિયા, મનુભાઈ થાપલાવારા, કિરીટભાઈ ધોળકિયા, મુકેશભાઈ ગોસલિયા, વિજયભાઈ ઉનડકટ નો સમાવેશ કરવામાં આવ્યો હતો.