પોરબંદર તા.૧૫, પોરબંદર એસ.બી.આઈ. આ.ર.સેટી. ગ્રામ સ્વરોજગાર દ્વારા મહિલાઓને આત્મનિર્ભર બનાવવા ૬ દિવસીય તાલીમ યોજવામાં આવી હતી. ફીનાઇલ લિકવિડ અને હેન્ડ વોશ બનાવવાની તાલીમ આપવામાં આવી હતી. જેમાં રાણાવાવ તાલુકાના અદિત્યાણ ગામની ૨૬ મહિલાઓએ આ તાલીમ મેળવી હતી. તાલીમ મેળવેલી તમામ બહેનોને એસબીઆઈ લીડ બેંક મેનેજર અજિત સિંહે પ્રમાણપત્રો પાઠવ્યા હતા.
પોરબંદર જિલ્લામાં બાગાયતદાર ખેડુતો વિવિધ ઘટકો પર ઓનલાઇન અરજી કરી શકશે
પોરબંદર તા.૧૫, બાગાયત ખાતા દ્રારા વર્ષ ૨૦૨૧-૨૨ માટે આઇખેડુત પોર્ટલ તા.૬ માર્ચ થી ૩૦ એપ્રીલ-૨૦૨૧ સુધી પોરબંદર જિલ્લાનાં બાગાયતદાર ખેડુતોને બાગાયત ખાતાની વિવિધ યોજનાકીય ઘટકો મા ઓનલાઇન વેબસાઇટ ઉપર અરજી કરવા માટે જણાવવામાં છે. જેમા બાગાયતદાર ખેડુતો ફળઝાડ વાવેતર, (નેવુ ટકા પ્લાનન્ટિંગ મટીરીયલ) સરગવો વાવેતર, પેકીંગ મટીરીયલ, (કેરીના બોક્સ) ટીસ્યુ ખારેક, કાચા પાકા માંડવા પાણીનો ટાંકો વિગેરે જેવા વિવિધ, ઘટકોમાં અરજી કરી તેની પ્રીંટ સાથે જરૂરી સાધનીક કાગળો ૭-૧૨, ૮-અ, ચૂંટણી કાર્ડ, આધાર કાર્ડ, રેશન કાર્ડ, બેંક પાસ બુક (આધાર લીંક) ની નકલ વિગેરે સાથે નાયબ બાગાયત નિયામકની કચેરી, ઓફીસ નં-૨૦, જિલ્લા સેવા સદન-૨, સાદિપની રોડ, પોરબંદર એ પહોંચતી કરવા નાયબ બાગાયત નિયામકની એક યાદીમાં જણાવાયું છે.