19,માર્ચ 1998 : ચર્ચા ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવાની

19,માર્ચ 1998ના દિવસે અટલ બિહારી વાજપેયીના ઘરમાં માન્યવર,વાજપેયી અને અડવાણીની મીટીંગ મળે છે.મીટીંગમાં ચર્ચા ઉત્તર પ્રદેશમાં સરકાર બનાવાની થાય છે.અંતે ત્રણેય નેતાઓ એક નિર્ણય પર આવે છે કે છ મહીના સરકાર બસપાની બનશે અને છ મહિના ભાજપની.અને આ છ છ મહિનાની સરકારમાં બન્ને પાર્ટી પોત પોતાના એજન્ડા પર જ કામ કરશે.કોઈ એક બીજાને પોતાના એજન્ડા પર કામ કરતા હેરાન કરશે નહીં.અને સરકાર બનાવાની પહેલી તક કાંશીરામ સાહેબ લેવાની વાત કરે છે.વાજપેયી જોડે બીજો કોઈ વિકલ્પ એ સમયે નહોતો.માટે સાહેબ ની વાત માને જ છૂટકો હતો.

પણ માન્યવર અને વાજપેયી વચ્ચે એજન્ડા નક્કી કરવામાં ભારે ચર્ચા જામેલી, માન્યવરનો એજન્ડા સાંભળીને વાજપેયી અને અડવાણી હોતપ્રોત થઈ ગયેલા.માન્યવરનો એજન્ડા હતો જ એવો.માન્યવરે નીચે પ્રમાણે એજન્ડા મુકેલા.

  1. ભૂતકાળની ભાજપ,કોંગ્રેસ,જનતા પાર્ટી,જનતાદળની સરકારોએ ઉત્તર પ્રદેશમાં અનુસૂચિત જાતિ સમાજના લોકોને કાગળ પર સાત લાખ એકડ જમીન ફાળવેલી. પણ જમીન પર કબજો આપેલો નહિ.એ જમીનના કબજા આપવા.
  2. ઉત્તર પ્રદેશમાં બહુજન સમાજના મહાપુરુષોની યાદગીરી રૂપે સ્મારકો બનાવવા.
  3. ગ્રામવિકાસ યોજનાને અમલમાં મુકવી.

ઉપરના ત્રણેય એજન્ડામાંથી જમીનના કબજાની વાત વાજપેયી અને અડવાણી સ્વીકારવા તૈયાર નહોતા,કે આનાથી તો ઉત્તર પ્રદેશનો બીજો વર્ગ અમારી સામે આવશે, અને માન્યવરને પૂછ્યું કે તમને ખબર છે કે આ જમીનના પટ્ટા હાલ કોની પાસે છે?

માન્યવર કહે છે કે એતો આપ પણ જાણો જ છો, ઉત્તરપ્રદેશના દલિત સમાજને સાત લાખ જમીનના કાગળ પર પટ્ટા મેં તો આપ્યા નથી, એ તમારી અને કોંગ્રેસ,જનતાપાર્ટી અને જનતાદળની સરકારોએ આપેલા છે, તેમ છતાં હું કહી જ દઉં કે આ જમીન અત્યારે ઠાકુર, બામણ, યાદવ,અને કુણબીની પાસે છે, અને જો તેઓ વિરોધ કરે તો તેઓને આપ સમજાવો. કારણકે આ જમીન મે તો આપી નથી, જેમને જમીન તમે આપી એમને તમે સમજાવો. જેઓને જમીન કોંગ્રેસ, જનતા દળ અને જનતા પાર્ટીએ આપી તેઓને એ લોકો સમજાવશે.અને તમારાથી ના માને તો મારી સરકાર સમજાવશે.

ચર્ચાના અંતે વાત માની લેવાઈ અને માન્યવરે તેઓને આશ્વાસન આપ્યું કે હું મારી છ મહિનાની સરકારમાં ફક્ત આપે આપેલા જમીનના પટ્ટાના કબજા આપીશ.મારા તરફથી એક પણ પટ્ટો હું નહીં આપું.

21,માર્ચ 1998ના દિવસે ઉત્તર પ્રદેશમાં બહેન કુમારી માયાવતીના મુખ્યમંત્રી પદે બસપાની સરકાર બને છે, સરકાર બન્યા પછી માન્યવર બહેનજીને કહે છે કે તમારી પાસે બહુજન સમાજને સત્તાથી શુ થઈ શકે? એ બતાવવા અને સમજાવવા માત્ર 180 દિવસ છે અને આ દિવસોની તમારી સરકારમાં તમારે ગુંડારાજમાં પડવાનું નથી, ગુંડાઓનો બંદોબસ્ત હું કરી દઉં છું.

અને માન્યવરે ઉત્તર પ્રદેશના ડાયરેકટર જનરલ ઓફ પોલીસ અનુસૂચિત જાતિના, તેઓના હાથ નીચે ત્રણ એડિશનલ ડાયરેકટર જનરલ અ.સુ.જાતિના, તેઓના હાથ નીચે ચાર આઇજી પોલીસ અ.સુ.જાતિના, તેઓના હાથ નીચે આઠ ડીઆઈજી પોલીસ અ.સુ.જાતિના, પીસતાળીસ જીલ્લામાં પીસતાળીસ એસએસપી અ.સુ.જાતિના, અને પીસતાળીસ ડિસ્ટ્રીકટ કલેકટર અનુસૂચિત જાતિના.બનાવી દીધા.

અને તમામને કહ્યું કે આપ આજે જે કાંઈ પણ બન્યા છો એ મહાપુરુષોના આંદોલન થકી બન્યા છો, અત્યાર સુધી તમે કિનારા પર હતા, હું તમને કેન્દ્રમાં લઈ આવ્યો છું, તો સમાજના કામમાં મારી મદદ કરો.અને મારા એજન્ડાને છ મહિનામાં પૂરો કરો.

તમામ અધિકારીઓ માની ગયા અને 100 દિવસમાં જ સાત લાખ જમીનના પટ્ટા દલિત સમાજને જમીન પર કબજો આપવામાં સફળ રહ્યા.

સત્તા હાથમાં હોવાથી શુ શુ કરી શકાય એનો ઉત્તમ નમૂનો માન્યવરે સો દિવસમાં બહુજન સમાજને આપ્યો, એકાદ બે ધારાસભ્ય ચૂંટીને મોકલવાથી સોયની નોક બરાબર જમીન પણ દલિત સમાજને મળવાની નથી.તે ગુજરાતના બહુજન સમાજે હવે તો સમજી જવું જોઈએ, લોકતંત્રમાં તમારા અધિકારો તમને સહેલાઈથી વિધાનસભા અને સંસદમાં જ મળશે.માટે ત્યાં જઈ સુકાન હાથમાં લેવા માટે મચી પડવું જોઈએ.

અને જે તમને એમ કહેતું હોય કે ક્રાંતિ સંસદ કે વિધાનસભામાં નહિ થાય.ક્રાંતિ રોડ પર જ થશે, તેઓને કહી દો કે પહેલા પોતે રાજીનામુ આપી રોડ પર આળોટે, કદાચ ક્રાંતિ થઈ જાય.

Source : Hemant Parmar

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.