ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીઓમાં કોંગ્રેસનો ગ્રામ્ય સ્તરથી લઈને શહેરી સ્તરે મળેલી પછડાટ પછી કોંગ્રેસ પક્ષમાં પ્રદેશ પ્રમુખ અમિત ચાવડા,ગુજરાત વિધાનસભા વિપક્ષ નેતા પરેશ ધાનાણી સહિત અનેક નાના મોટા નેતાઓએ હાર માટેની જવાબદારી સ્વીકારી રાજીનામા આપી દીધા છે. ત્યારે પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ તરીકે કોણ તેમજ વિપક્ષ નેતા તરીકે કોણ તેની ચર્ચાઓ ચારે તરફ વ્યાપી ગઈ છે અને તેમાં પણ પ્રદેશ પ્રમુખ તરીકે પૂજા વંશ, શૈલેષ પરમાર વગેરે નામો બોલાતા હતા પરંતુ કોગ્રેસ મોવડી મંડળે અલગજ નિર્ણય લીધો છે.જેનાથી કોંગ્રેસ કાર્યકરોમાં ઉત્સાહ વ્યાપી જશે તે સાથે કોગ્રેસને ફરી બેઠી થતાં વાર પણ નહી લાગે.
દિલ્હી કોંગ્રેસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર પૂંજા વંશના પુત્ર કોંગ્રેસમાં હારી ગયા છે મતલબ કે પૂંજા વંશ તેને જીત અપાવી શક્યા નથી તો ગુજરાત કોંગ્રેસને બેઠી કઈ રીતે કરી શકે….?
જ્યારે કે શૈલેષ પરમાર ઉમેદવાર પસંદગીમાં હતા અને તેનું પરિણામો દરેકની સામે છે. ત્યારે કોંગ્રેસ મોવડી મંડળે શંકરસિંહ વાઘેલા બાપુ પર નજર ઠેરવી છે તે સાથે શંકરસિંહ વાઘેલાને કોંગ્રેસમાં એન્ટ્રી આપવા સાથે પ્રદેશ પ્રમુખ તરીકે નિયુક્ત કરવા નિર્ણય કર્યો હોવાનું સુત્રો દ્વારા જાણવા મળે છે જ્યારે કે શંકરસિંહ વાઘેલા ગુજરાતમાં મોટી નામના ધરાવે છે લોકોમાં સર્વ પ્રિય છે. તેઓને કારણે કોંગ્રેસ કાર્યકરોમાં પ્રાણ ફુંકાશે- નવી ઉર્જા વ્યાપી જશે તેવું કોંગ્રેસી જનોમાં ચર્ચાઈ રહ્યું છે. તો લોકો પણ આવકારવા તૈયાર છે.
બીજી તરફ વિધાનસભા વિપક્ષ નેતા પદે પૂંજા વંશ અને શૈલેષ પરમાર નું નામ પણ ચાલતું હતું પરંતુ તેઓની કામગીરી જોઈને મોવડી મંડળે લાઠીના ધારાસભ્ય વીરજી ઠુમ્મરને વિપક્ષ નેતા પદે બેસાડવા નિર્ણય કર્યો હોવાનું સુત્રો જણાવે છે અને એ રીતે સૌરાષ્ટ્ર પાટીદાર સમાજને મહત્વ આપવામાં આવશે સૂત્રોના જણાવ્યા અનુસાર આ કારણે વિધાનસભામાં કોંગ્રેસનો અવાજ ગુંજતો થઈ જશે
વિક્રમ માડમ, ભીખુભાઈ વારોતરીયા સહીત સૌરાષ્ટ્રના અનેક કોંગી નેતાઓના કદ વધે તેવી વકી