રીક્ષા ચાલક સામે બાઈક અથડાતા રીક્ષા પલટી મારી ગઈ: ત્રણને ઇજા પહોચતા સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યા

પોરબંદર થી બાવળા તરફ જતા માર્ગ ઉપર અકસ્માત સર્જાયો હતો. રીક્ષા ચાલક સામે બાઈક અથડાતા રીક્ષા પલટી મારી ગઈ હતી. આ અકસ્માતમાં ત્રણને ઇજા પહોચતા સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે લઈ આવ્યા હતા.

પોરબંદર તાલુકાના બરડા પંથકમાં આવેલ બગવદર થી બાવળા તરફ જતા માર્ગ પર અકસ્માત સર્જાયો હતો. રિક્ષાચાલક જઈ રહ્યો હતો તે સમય દરમિયાન એક બાઇક અથડાતા રિક્ષા પલટી મારી ગઇ હતી. અને આ રીક્ષામાં બેસેલ ત્રણ લોકોને ઇજા પહોંચી હતી. રીક્ષા ચાલકને પગમાં ફ્રેક્ચર થયું હતું. અને આ રીક્ષામાં બેસેલ ભરવાડા ગામના માલીબેન હરદાસભાઇને ગંભીર ઈજા પહોંચી હતી. તેમજ રોજડા ગામના ધારાબેન ભાવેશભાઈને પણ ઇજા પહોંચી હતી. રિક્ષાચાલકને પગમાં ફેક્ચર થયું હતું.

ત્રણ લોકોને સારવાર માટે પોરબંદર શહેરમાં આવેલ સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે લાવવામાં આવ્યા હતા. અને અહીં તેઓને સારવાર આપવામાં આવી હતી.

By admin