પોરબંદર નર્સીંગ સ્કુલ ખાતે આગ અંગેની મોકડ્રીલ યોજાઇ

પોરબંદર તા.૬, હોસ્પિટલમાં આગ જેવી દુર્ઘટનાઓ સમયે તકેદારીના ભાગરૂપે સલામતી અંગે જાગૃતિ કેળવાય તથા હોસ્પિટલમાં ઓક્સિજનના બાટલા હોવાથી આગ લાગે તો  તેને તુરંત કાબુમાં લેવા અને જાનહાની ટાળવા અગમચેતીના ભાગરૂપે પોરબંદરની નર્સીંગ સ્કુલમાં આજે સવારે મોકડ્રીલ યોજાઇ હતી.

ઘણી હોસ્પિટલોમાં આગના બનાવો બનતા હોય ત્યારે જાનહાની તથા નુકશાન થતુ હોય છે. ત્યારે જો અચાનક આગ જેવી દુર્ઘટના સર્જાય તો તત્કાલિક તેને કાબુમાં લેવા અગમચેતીના ભાગરૂપે ફાયર સેફ્ટી સહિત ઇમરજન્સીની સેવાઓ ઉપલબ્ધ થાય અને આગ કાબુમાં આવે તે માટે સરકારશ્રીની સુચના મુજબ મોકડ્રીલ યોજાતુ હોય છે.

મોકડ્રીલમાં પોરબંદર જિલ્લાના વિવિધ ઈમરજન્સી સેવાઓને લગતી કચેરીઓના અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. મોકડ્રીલ બાદ ઈમરજ્ન્સી દરમિયાન કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ તે અંગેની વિસ્તૃત માહિતી અને માર્ગદર્શન આપવામાં આવ્યુ હતું.

મતદાન મથક ઉપર તા.૭ માર્ચ અને તા.૧૩ માર્ચના રોજ મતદારોને ચૂંટણીકાર્ડ ડાઉનલોડ કરવા અનુરોધ

પોરબંદર તા.૬, ભારતના ચૂંટણીપંચ દ્રારા ગત તા.૨૫ જાન્યુઆરી ૨૦૨૧ના રોજ  e-EPICની સુવિધા લોન્ચ કરવામાં આવેલ છે. આ સુવિધા અન્વયે ગત મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ અંતર્ગત યુનિક મોબાઇલ નંબર ધરાવતા નવા નોંધાયેલા મતદારો પોતાનું e-EPIC ડાઉનલોડ કરીને ડીજીટલી સાચવી શકશે. આ મતદારયાદી ખાસ સંક્ષિપ્ત સુધારણા કાર્યક્રમ-૨૦૨૧ અંતર્ગત યુનિક મોબાઇલ નંબર ધરાવતાં નવા નોંધાયેલા મતદારો પૈકી e-EPIC ડાઉનલોડ કરવાના બાકી હોય તેવા મતદારોને e-EPIC ડાઉનલોડ કરવામાં મદદરૂપ થવાના હેતુસર આગામી તા.૭ માર્ચ ૨૦૨૧, રવિવાર અને તા.૧૩ માર્ચ ૨૦૨૧, શનિવારના બંને દિવસોએ ખાસ કેમ્પનું આયોજન કરવા સુચના થઇ આવેલ છે.

મતદાન મથકો ખાતે મતદારોના e-EPIC ડાઉનલોડ કરવાના બાકી હોય તે તમામ મતદાન મથકો ખાતે સંબંધિત બુથ લેવલ ઓફીસરશ્રી આગામી તા.૭ માર્ચ ૨૦૨૧, રવિવાર અને તા.૧૩ માર્ચ ૨૦૨૧, શનિવારના બંને દિવસોએ સવારના ૧૦ કલાકથી સાંજના ૫ કલાક સુધી ઉપસ્થિત રહી, સંબંધિત મતદારને e-EPIC ડાઉનલોડ કરવાના કામે તેઓને મદદરૂપ થશે. તદુપરાંત તા.૧૫ માર્ચ ૨૦૨૧ સુધી બંને દિવસો સિવાયનાં દિવસોએ સંબંધિત બુથ લેવલ ઓફીસરશ્રી આવા મતદારોને ટેલીફોનિક સંપર્ક કરી, મતદારના ઘરની રૂબરૂ મુલાકાત લઇ મતદારોને e-EPIC ડાઉનલોડ કરવામાં મદદરૂપ થશે.

નાળીયેરીના પાકમાં જીવાતના નિયંત્રણ માટે ખેડૂતોને દવા છંટકાવ કરવા અનુરોધ

પોરબંદર તા.૬, નાયબ બાગાયત નિયામકની કચેરી, પોરબંદર ની યાદીમાં જણાવાયું છે. કે  નાળીયેરી પાક અંગે હાલમાં સફેદ માખીનો ખુબ જ ઉપદ્રવ જોવા મળેલ છે. જેમા સફેદ માખી નાળયેરના પાનમાંથી રસ ચુસી અને ચીકણો સ્ત્રાવ કરે છે. જેના કારણે નાળયેરી પાન પર કાળી ફુગનો ઉપદ્રવ પણ જોવા મળે છે. આ જીવાતના નિયંત્રણના કોઇ પગલા લેવામાં ન આવેતો નાળયેરી ધીરે ધીરે સુકાય જાય છે. આ જીવાતના નિયંત્રણ માટે બગીચામાં ચોખ્ખાઇ રાખવી તથા બગીચામાં પરજીવી જીવાતો જેવી કે, કાળા તથા લાલ દાળીયા, લીલી ફુદડીની વસ્તી વધે તેવા પ્રયત્નો કરવા. પર્યાવરણ માટે સલામત હોય તેવી જૈવિક જંતુનાશક દવાઓ જેવી કે બ્યુવેરીયા બાસીયાના ૮૦ ગ્રામ અથવા નીમ ઓઇલ ૫૦ મીલી અથવા કરંજ  ઓઇલ ૫૦ મીલી પ્રતિ પંપ મુજબ ભેળવી છંટકાવ કરવો. એઝાડીરેક્ટીન ૨૫ ટકા ૧૫ મીલી અથવા કાર્બોસલ્ફાઇન ૨૫ ઇસી ૧૫ મીલી દવાને તેટલા જ જથ્થામાં પાણી લઇ પ્લાસ્ટીકની કોથળીમાં નાખી મુળ દ્રારા માવજત આપવી. જો ખુબ વધુ ઉપદ્રવ જોવા મળે તો રાસાયણીક જંતુ નાશકો જેવી કે એસીટામાપ્રીડ ૨૦ એસસી ૫ થી ૬ ગ્રામ અથવા બાયફેનથ્રીન ૧૦ ઇસી ૭.૫ મીલી અથવા સ્પાઇરોમેસીફેન ૨૨.૯ એસસી ૧૫ થી ૨૦ મીલી પ્રતિ પંપ મુજ કોઇ એક દવા ભેળવી સમગ્ર ઝાડ આવરી લેવાય તે રીતે છંટકાવ કરવા જણાવવામાં આવે છે.

અ અંગે વધુ જાણકારી માટે નાયબ બાગાયત નિયામકની કચેરી, કચેરી નં.૨૦, પ્રથમ માળ, જિલ્લા સેવા સદન-૨, સાંદિપની રોડ, પોરંદરનો સંપર્ક કરવો.

રાણાવાવ તાલુકાના આદતપરા ગામે મહીલાઓ માટે રોજગાર તાલીમ યોજાઇ

પોરબંદર તા.૬, એસ.બી.આઇ. ગ્રામ સ્વરોજગાર તાલીમ સંસ્થા પોરબંદર દ્રારા બહેનો આત્મનિર્ભર બને તેવા હેતુથી રાણાવાવ તાલુકાના આદિતપરા ગામે ફીનાઇલ, હેન્ડવોસ તથા સેનીટાઇઝેશન આઇટમ્સ બનાવવાની તાલીમનું આયોજન તારીખ ૪ માર્ચ થી તારીખ ૯ માર્ચ દરમ્યાન કરવામાં આવેલ છે. તાલીમના ઉદઘાટન સમારોહમાં નાબાર્ડના ડી.ડી.એમ.શ્રી મહેશ પટોલીયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા. તાલીમમાં કુલ ૨૨ બહેનોએ ભાગ લીધો હતો.

આઇખેડૂત પોર્ટલ પર વિવિધ ખેત સહાય યોજનાઓ માટે તા.૬ માર્ચથી અરજીઓ કરી શકાશે

પોરબંદર તા.૬ ગુજરાત રાજ્ય સરકારના ખેતીવાડી વિભાગ દ્વારા આઇ ખેડૂત પોર્ટલ ખેડૂતોને વિવિધ સહાય યોજનાઓના વિવિધ ઘટકોની ઓનલાઇન અરજી કરવા માટે તા. ૦૬/૦૩/૨૦૨૧ થી તા.૩૦/૦૪/૨૦૨૧ સુધી ખુલ્લુ મુકવામાં આવેલ છે. જેમાંના ઘટકોની અરજીઓની વિગતો જોઇએ તો(૧) વોટર કેરીંગ પાઇપલાઈન, (૨) કલ્ટીવેટર, (૩) સાધન/અન્ય ખેત ઓજાર, (૪) ખેડૂતોને પાક મૂલ્યવૃદ્ધિ કરવા માટે પ્રોત્સાહન આપવાની યોજના, (૫) ગ્રાઉન્ડનટ ડીગર, (૬) ચાફ કટર (ઈલે. મોટર/ઓઇલ એન્જિન ઓપરેટેડ)/પાવર ટીલર ઓપરેટેડ, (૭) ટ્રેકટર, (૮) ટ્રેકટર ઓપરેટેડ સ્પ્રેયર, (૯) પેડી ટ્રાન્સ પ્લાન્ટર (સેલ્ફ પ્રોપેલ્ડ), (૧૦) પમ્પ સેટસ, (૧૧) પ્લાઉ (તમામ પ્રકારના), (૧૨) પ્લાન્ટર (અન્ય પ્રકારના), (૧૩) પાવર ટીલર, (૧૪) પાવર થ્રેશર, (૧૫) પોસ્ટ હાર્વેસ્ટના સાધનો, (૧૬) પોસ્ટ હોલ ડીગર, (૧૭) બ્રસ કટર, (૧૮) બેલર (ટ્રેકટર સંચાલિત ઘાસની ગાંસડી બાંધવાનુ સાધન), (૧૯) રીઝર/ બંડ ફોર્મર/ ફરો ઓપનર, (૨૦) રીપર/બાઈન્ડર (તમામ પ્રકારના), (૨૧) રોટરી પાવર ટીલર (સેલ્ફ પ્રોપેલ્ડ), (૨૨) પાવર વીડર (સેલ્ફ પ્રોપેલ્ડ), (૨૩) રોટાવેટર, (૨૪) લેન્ડ લેવલર, (૨૫) લેસર લેન્ડ લેવલર, (૨૬) વાવણિયા/ઓટોમેટીક ડ્રીલ (તમામ પ્રકારના), (૨૭) શ્રેડર/મોબાઈલ શ્રેડર, (૨૮) સબ સોઈલર, (૨૯) હેરો (તમામ પ્રકારના) વગેરેનો સમાવેશ થાય છે.

અરજી કરવાં માટે જરૂરી આધાર પુરાવા તરીકે(૧) નવાં ૭ /૧૨ અને ૮-અ (૨) આધારકાર્ડ (૩) બારકોડેડ રેશન કાર્ડ (૪) બેંક ખાતાની પાસબુક ની નકલ (૫) ખેડૂતના ચાલુ મોબાઈલ નંબર રજુ કરવાના રહેશે. અરજી કરવાં માટે (૧) ગ્રામ પંચાયત ખાતે VCE (વિલેજ કોમ્પ્યુટર એન્‍ટરપ્રિનર) પાસે (૨) ઓનલાઈન ફોર્મ ભરી આપનાર કોમ્પ્યુટર ઓપરેટર પાસે. જવાનું રહેશે.

અરજી કરવાં માટે આઇ-ખેડૂત પોર્ટલ પર ઓનલાઈન અરજી નિયત સમયમર્યાદામાં કરવાની રહેશે. અરજી કર્યાં બાદ અરજીની પ્રિન્‍ટ ભુલ્યા વગર વહેલી તકે દિવસ – ૭(સાત) માં આપના ગ્રામસેવક (ખેતી)

અથવા વિસ્તરણ અધિકારી(ખેતી)ની કચેરીએ જમા કરાવાવાઅની રહેશે. અરજી સાથે જોડવાનાં થતાં અગત્યનાં ડોક્યુમેન્‍ટ્સ તરીકે (૧) અરજીની પ્રિન્‍ટ (અરજદારની સહી સાથે) (૨) નવાં ૭ /૧૨ અને ૮-અ ની નકલ (૩) આધારકાર્ડની નકલ (૪) બારકોડેડ રેશન કાર્ડની નકલ (૫) બેંક ખાતાની પાસબુક ની નકલ (૬) જાતિનુ પ્રમાણપાત્ર સબસીડી તેમજ અરજી સબંધિત વધુ માહિતી માટે ગુજરાત સરકાર દ્વારાં ચાલતાં આઇ-ખેડૂત પોર્ટલ https:://ikhedut.gujarat.gov.in/ પર જોવા વિનંતી છે.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.