છેવાળાના વિસ્તારમાંથી આવતા દર્દીઓને ભારે હાડમારી વેઠવી પડે

પોરબંદરમાં ભાવસિંહજી હોસ્પિટલમાં દર્દીઓને બેસવાની સુવિધા ન હોવાથી ભારે હાડમારી વેઠવી પડે છે, પોરબંદર શહેરમાં આવેલ સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે શહેર અને ગ્રામ્ય પંથકમાંથી આવતા દર્દીઓ માટે બેસવાની સુવિધા ન હોવાના પગલે દર્દીઓને ભારે હાડમારી વેઠવી પડી રહી છે. પોરબંદર શહેરમાં જિલ્લાની મુખ્ય સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દરરોજ અનેક દર્દીઓ સારવાર લેવા આવે છે. શહેર અને ગ્રામ્ય પંથકના દર્દીઓ સારવાર માટે આવે છે અને અહીં દર્દીઓની લાંબી કતારો લાગે છે પરંતુ સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દર્દીઓને કોઇ પ્રકારની સુવિધા ઉપલબ્ધ ન હોવાના કારણે ભારે હાડમારી વેઠવી પડે છે. અહીં આવતા દર્દીઓને બેસવા માટેની પણ વ્યવસ્થા નથી. ખાસ કરીને વૃદ્ધ દર્દીઓ બીમારીનો ભોગ બનેલ હોય અને શરીરમાં પણ અસ્વસ્થ હોય ત્યારે આ દર્દીઓ માટે બેસવાની સગવડ ન હોવાથી ભારે મુશ્કેલીમાં મુકાઇ જાય છે. જેથી જવાબદાર તંત્ર દ્વારા સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે દર્દીઓ માટે બેસવાની સગવડ ઉપલબ્ધ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી હતી.

પોરબંદરમાં રિવરફ્રન્ટ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાયો

અકસ્માતમાં બેને ઈજા પહોંચતા 1ને સરકારી અને બીજાને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા, પોરબંદરમાં રિવરફ્રન્ટ પાસે બે બાઇક વચ્ચે અકસ્માત સર્જાતા બેને ગંભીર ઈજા પહોંચતા 1ને સરકારી અને બીજાને ખાનગી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડાયા હતા.

પોરબંદર શહેરમાં આવેલ રિવરફ્રન્ટ ખાતે અકસ્માત થયો હતો. બે બાઇક વચ્ચે ગંભીર અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં એક બાઇકનું કચ્ચરઘાણ નીકળી ગયું હતું. અને બે વ્યક્તિઓને ગંભીર ઇજા પહોંચી હતી. રિવરફ્રન્ટ પાસે સર્જાયેલા અકસ્માતમાં બેને ગંભીર ઈજા પહોંચતા એકને ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો. અને બીજાને સરકારી ભાવસિંહજી હોસ્પિટલ ખાતે સારવાર માટે ખસેડવામાં આવયો હતો. આ ગંભીર અકસ્માત સર્જાતા રિવરફ્રન્ટ ખાતે લોકોના ટોળા એકઠા થઇ ગયા હતા. પોરબંદર શહેરમાં આવેલ રિવરફ્રન્ટ નજીક બે બાઇક સામસામે રઅથડાતા ગંભીર અકસ્માત સર્જાયો હોવાના પગલે બેને ઈજા પહોંચતા ઇજાગ્રસ્ત વ્યક્તિઓને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યા હતા.

By admin