સરકાર વિરુદ્ધનું વાતાવરણ હોવા છતાં કોંગ્રેસ હાર્યું કેમ ?

wahid
Report : A wahid

સતત સતત લોકો વચ્ચે, ઉમેદવારો વચ્ચે અને અનુભવી લોકો વચ્ચે બેઠા પછી, ખૂબ ચર્ચા વિચારણા કર્યા પછી મળેલાં થોડા તારણો :

  • સૌ પ્રથમ તો સંગઠનનો સદંતર અભાવ.
  • ઉમેદવાર જ એકમાત્ર ચૂંટણી લડે છે. પક્ષ તરફથી કોઈ સાથ મળતો નથી.
  • પ્રચાર કળા નથી. લોકો ભાજપથી કંટાળ્યા છે, પરંતુ કોંગ્રેસ શા માટે… એવું વાતાવરણ ઊભું કરી શકતાં નથી.
  • નગરપાલિકામાં સામેવાળાને બિન હરીફ જીતાડવામાં પક્ષના નેતાઓનું જ સેટિંગ દેખાઈ આવે છે.
  • સ્ટાર પ્રચારકની યાદી સમયસર કેમ ન પહોંચી ? શું કોંગ્રેસના નેતાઓ નિયમથી અજાણ છે ? કે પછી સેટિંગ ?
  • જીતવા માટે ચૂંટણી લડતા જ નથી. ભાજપને જીતાડવા માટે લડતા હોય એવું લાગે છે.
  • ઉમેદવાર દરેક ગામમાં કે બુથ પર પોતાનો એજન્ટ પણ મૂકી શકતાં નથી. કેમ ?
  • ખબર છે કે ફલાણાં ફલાણાં ગામમાં બોગસ થાય છે. છતાં, નેતાઓ ચૂપ. શા માટે ?
  • અંદર અંદરની ટાંગાખેંચ કરવામાંથી ઊંચી આવે તો મજબૂતી સાથે લડે. કોંગ્રેસને માત્ર કોંગ્રેસ અને એના નેતાઓ જ હરાવે છે.
  • આટઆટલા મુદ્દા હોવા છતાં કોંગ્રેસ ચૂપ કેમ છે ?
  • કોંગ્રેસના કાર્યકરો માટે કોઈ મિટિંગ કે માર્ગદર્શન કાર્યક્રમ કેમ થતો નથી ?
  • ચૂંટણી સમયે ટિકિટ ફાળવી દેવા સિવાય ટોચના નેતાઓનું કામ શું ?
  • જો આપ જેવું નવું જ સંગઠન ઊભું થઈ શકતું હોય તો કોંગ્રેસ કેમ નહિ ?
  • એકવાર આખું માળખું વિખેરી નાંખી બધું નવેસરથી તૈયાર કરવું જોઈએ.
  • જે નેતા ચૂંટણી જીતાડી શકતો નથી એનું શું કામ છે ?
  • ૨૦૨૪ ની તૈયારી અત્યારથી કેમ નહિ ? જિલ્લે જિલ્લા, તાલુકે તાલુકા અને ગામે ગામ ખૂંદી વળો.
  • મજબૂત બુથ કમિટી બનાવો.
  • જેવા સાથે તેવા…Tit for Tat… કરો.
  • થીંક ટેન્ક બનાવો. કાર્યાલયો ખોલો. યુવાનોને જોડો.
  • જીતેલા ઉમેદવારોને પોતાનો અવાજ બુલંદ કરવાની તાલીમ આપો.
  • Evm ખોટું છે. તો એનાં વિરુદ્ધ આંદોલન કેમ નથી કરવામાં આવતું ? શું આંદોલન નહીં કરવા માટે પણ સેટિંગ થાય છે ?
  • શું કોંગ્રેસને રસ્તા પર ઊતરતાં નથી આવડતું ? અથવા તો ઊતરતી કેમ નથી ? કોના ઇશારે આંદોલનો થતા નથી ?
  • મિડિયા ખુલ્લેઆમ ભાજપની તરફદારી કરે છે એ જગ જાહેર છે.છતાં કોંગ્રેસ કેમ બોયકોટ કરતી નથી ?
  • શું કોંગ્રેસ પોતાની ટીવી ચેનલ શરૂ ન કરી શકે ?
  • કેટલા કોંગ્રેસી કાર્યકરોના ઘરે કોંગ્રેસનું મુખપત્ર આવે છે ? પોતાના કાર્યકરોને વિચારશક્તિ આપવાનું કામ કેમ થતું નથી ?
  • જો આવું ને આવું જ ચાલશે તો કોંગ્રેસને વૉટર તો ઠીક કાર્યકરો પણ નહિ મળે.

ઉપરના વિચારો લોકો પાસેથી મેળવ્યા છે. પક્ષની હાર પછી લોક મંતવ્ય જાણ્યા બાદ એનું વિશ્લેષણ કરીને ઉપરનો ટૂંકસાર રજૂ કર્યો છે. ~ વાહિદ ગીરાચ (ઈમેલ)