પોરબંદર : જુદી જુદી ચાર જગ્યાએ યોજાશે મતગણતરી

પોરબંદર તા.૧, પોરબંદર જિલ્લામાં તા. ૨૮ ફેબ્રુઆરીના રોજ શાંતિપુર્ણ યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરીણામો જિલ્લા ચૂંટણી તંત્ર દ્રારા આવતીકાલે તા. ૨ માર્ચના રોજ જાહેર કરાશે. તાલુકા પંચાયત, જિલ્લા પંચાયત તથા નગરપાલિકાની ચૂંટણીની મતગણતરી માટે જિલ્લામા જુદી-જુદી ચાર જગ્યાઓએ સ્થળો નક્કી કરાયા છે.

જિલ્લામાં યોજાયેલ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવતીકાલે જાહેર કરવામાં આવશે. જે માટેના મતગણતરીના સ્થળો પૈકી પોરબંદર જિલ્લા પંચાયત પોરબંદર તાલુકો, પોરબંદર તાલુકા પંચાયત વિસ્તારની મતગણતરીનું સ્થળ માધવાણી કોલેજ પોરબંદર, જિલ્લા પંચાયત રાણવાવ તાલુકો તથા તાલુકા પંચાયત રાણાવાવ તાલુકાનું મતગણતરી સ્થળ સરકારી વિનયન કોલેજ રાણાવાવ, જિલ્લા પંચાયત કુતિયાણા તાલુકો તથા તાલુકા પંચાયત કુતિયાણા તાલુકાની મતગણતરી સ્થળ સરકારી હાઈસ્કુલ કુતિયાણા તથા પોરબંદર-છાંયા નગરપાલિકા મતવિસ્તારની મતગણતરી સ્થળ સરકારી પોલીટેકનીક પોરબંદર નક્કી કરવામાં આવેલી છે.