ભારત સરકારની સુચના મુજબ રાજ્યમાં પહેલી માર્ચથી 60 વર્ષથી વધુ ઉંમરના અને 45 વર્ષથી વધુ ઉંમરના પણ ગંભીર બીમારીઓ સાથે સંકળાયેલા લોકોને કોરોના વેક્સિન આપવાનું શરૂ કરવામાં આવનાર છે. તે પહેલાં સરકારે ખાનગી અને સરકારી વેક્સિન સેન્ટરમાં કોરોના રસી અપાશે તે જાહેર કર્યું હતું. ત્યારે સરકારે રસીના ભાવ નક્કી કર્યા છે, જે અંતર્ગત સરકારી હોસ્પીટલમાં ફ્રીમાં રસીનો ડોઝ આપવામાં આવશે, ખાનગી હોસ્પીટલમાં 250 રૂપિયામાં રસીનો ડોઝ આપવામાં આવશે. એટલે કે કોરોના વેક્સિનનો ભાવ 150 રૂપિયા છે અને ખાનગી સેન્ટર પર પ્રોસેસિંગ ફી 100 રૂપિયા રહેશે.

જે અંગે નાયબ મુખ્યમંત્રી નીતિનભાઈ પટેલે ટ્વીટ કરીને કહ્યું હતું કે ગુજરાતના નાગરિકોને જણાવતા આનંદ થાય છે કે ભારત સરકારે કોરોનાની વેકસીન ખાનગી હોસ્પિટલમાં લેવાની કિંમત ફક્ત રૂપિયા ૧૫0 નક્કી કરેલ છે અને વહીવટી ચાર્જ ૧00 રૂપિયા નક્કી કરેલ છે. આમ આરોગ્ય વિભાગ માન્ય ખાનગી હોસ્પિટલમાં ફક્ત રૂપિયા ર૫0ની કિંમત થી એક વેકસીનનો ડોઝ પ્રાપ્ત કરી શકાશે અને સરકારી હોસ્પિટલમાં આ વેકસીન વિનામૂલ્ય આપવામાં આવશે. તેની સર્વેને નોંધ લેવા વિનંતી છે.

By admin