જુનાગઢ રેન્જના પોલીસ મહાનિરીક્ષક મનીંદર પ્રતાપસિંહ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ડો.રવી મોહન સૈની સાહેબ દ્વારા પોરબંદરમાં આગામી નગરપાલીકા ચુંટણ સબબ પોલીસ સ્ટેશન વિસ્તારમાં કાયદો અને વ્યવસ્થા જળવાઇ રહે તે સારૂ ગેરકાયદેશર દારૂની પ્રવૃતીઓ કરતા પ્રોહી બુટલેગરોની ગેરકાયદેસર પ્રવૃતી નેસ્ત- નાબુદ કરવા માટે અસરકારક અટકાયતી પગલા લેવા બાબતે ખાસ સુચના આપેલ જે અંગે પોરબંદર શહેર ગના નાયબ પોલીસ અધિક્ષક જે.સી. કોઠીયા સાહેબના માર્ગદર્શન મુજબ કીર્તિમંદિર પોલીસ સ્ટેશનનાં પોલીસ ઈન્સ્પેક્ટર એચ.એલ.આહિર એ કીર્તિમંદિર પો.સ્ટે. વિસ્તારમાં ગેરકાયદેશર દારૂની પ્રવૃતી આયરતા અને પ્રોહીબીશન એક્ટ હેઠળના ગુન્હાઓમાં પકડાયેલ ઈસમ કૈલાશ ઉર્ફે કેલો જીવનભાઈ સોનેરી રહે.ખારવાવાડ પોરબંદરવાળાની ગેરકાયદેસરની દારૂની પ્રવૃતીમાં અંકુશ લેવા માટે હદપારી ધારા હેઠળ અટકાયત થવા સારૂ દરખાસ્ત તૈયાર કરી , સબ ડીવીઝન મેજીસ્ટ્રેટ પોરબંદર તરફ મોકલી આપેલ હોય જે આધારે મજક ઈસમની ગેરકાયદેસર દારૂની પ્રવૃતી પર અંકુશ લાવવો જરૂરી જણાતા સબ ડીવીઝન મેજીસ્ટ્રેટનાઓએ હદપાર દરખાસ્ત મંજુર કરી પોરબંદર જીલ્લા તથા તેની આજુબાજુના જામનગર, જુનાગઢ રાજકોટ અને દેવ ભુમીદ્વારકા જીલ્લા હદ વિસ્તારમાંથી કૈલાશ ઉર્ફે કલો જીવનભાઈ સોનેરી રહે . ખારવાવાડ પોરબંદરવાળાને છ માસ માટે હદપારનો હુકમ કરતા , જે હુકમ આધારે કીર્તિમંદિર પોલીસ સ્ટેશનના PSI આર.આર.ચૌહાણ તથા Hc જી.આર , ભરડા તથા PC વિપુલ રાયસિંહ ઝાલા , વિશાલ રવજીભાઈ વિંજુડાએ રીતેના પોલીસ સ્ટાફના માણસોએ ઉપરોક્ત ઈસમને ઝડપી પાડી સદરહુ હુકમની બજવણી કરી કાયદેસરની કાર્યવાહી કરી હતી , આમ પ્રોહી બુટલેગરને હદપાર કરવા કામગીરી કીર્તિમંદિર પો.સ્ટે.સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી.