ગાંજાના જથ્થા સાથે એક શખ્સ પકડાયો

જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક , મનિન્દર પ્રતાપસિંગ પવાર સાહેબ તથા પોરબંદર પોલીસ અધિક્ષક ર્ડો.રવી મોહન સૈની સાહેબનાઓ દ્વારા નશીલા પદાર્થો પીવાની અને વેચનારાઓને પકડી પાડવા માટે સુચના કરેલ જે અનુસંધાને એસ.ઓ.જી. પોલીસ ઇન્સપેકટર કે.આઇ.જાડેજા અને પોલીસ સબ ઇન્સપેકટર એચ.સી.ગોહીલનાઓએ અલગ અલગ ટીમો બનાવી ખાનગી રીતે તપાસ શરૂ કરેલ તે દરમ્યાન PC વિપુલ મેરામભાઇ તથા PC સમીરભાઇ જુણેજાને મળેલ ચોકકસ અને આધારભુત રીતે મળેલ બાતમી આધારે ચોપાટી મેદાન પાસે રેઇડ કરતા આરોપી પ્રવીણ લખમણ સોલંકી રહે.મીઠાપુર ગણેશપરા તા.દ્વારકા જી.દેવભૂમી દ્વારકા હાલ , ચોપાટી મેદાન પોરબંદરવાળાના કન્જામાથી ગાંજો કેફી પદાર્થ 1285 ગ્રામ કી.રૂ 7710 તથા મોબામોબાઇલ ફોન નંગ -1 કી.રૂ .500ના કુલ મુદામાલ 8310સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી કરી કમલાબાગ પોલીસ સ્ટેશન N.D.Ps. એકટની કલમ મુજબ ગુન્હો રજીસ્ટર કરાવેલ છે . આ સમગ્ર કામગીરીમાં પોલીસ ઇન્સપેકટર કે.આઇ.જાડેજા તથા પોલીસ સબ ઇન્સપેકટર એચ.સી.ગોહીલ , તથા એસ.ઓ.જી. સ્ટાફના ASI એમ.એમ.ઓડેદરા , HC સરમણભાઇ રાતીયા , એમ.એચ.બેલીમ Pc સમીરભાઇ જુણેજા , વિપુલભાઇ બોરીચા , મોહીતભાઇ ગોરાણીયા , સંજય કરશનભાઇ ડ્રા.એ.એસ.આઇ માલદેભાઇ મુળુભાઇ , વિગેરે પોલીસ સ્ટાફના માણસો જોડાયા હતા.