જ્યારે આપણે જીવનમાં ધણું બધુ મેળવી શકે છે અને આપણા જીવનમાં મુશ્કેલીઓ ઓછી આવે છે ત્યારે આપણે એવી લાગણીઓને કોઈની સાથે શેર કરવાનું શીખવું જોઈએ જેને આપણી સંભાળ અને સ્નેહની જરૂર હોય છે. પોરબંદરના રોટરી ક્લબના સહયોગથી જીએમસી ઇન્ટરેક્ટ ક્લબ અને સોશિયલ ક્લબના બેનર હેઠળ જીએમસીના વિદ્યાર્થીઓ જીઆઈડીસી નજીકના ફેક્ટરી વિસ્તારમાં ગયા હતા અને વી શેયર, વી કેયર કાર્યક્રમ અંતર્ગત મજૂર વર્ગના બાળકો સાથે રમત અને મસ્તીની થોડી ક્ષણો વિતાવી હતી. તેઓએ તેમના માટે કેટલીક ફન ગેમ્સ ગોઠવી અને તેમની સાથે રમ્યા.

વિદ્યાર્થીઓએ ઘરેલું રાંધેલા ભોજન, મીઠાઇઓ, છાશ, સ્ટેશનરી ઉત્પાદનો, ફળો, પાણીની બોટલ, વેફર પેકેટ અને વિવિધ સ્વાદિષ્ટ ખાદ્યપદાર્થો પણ પ્રાયોજિત કર્યા અને તેમને પ્રેમ અને હૂંફ થી સેવા આપી. આ કિંમતી ક્ષણોને સુરક્ષિત રાખવા માટે તેઓએ સેલ્ફી પણ ક્લિક કરી અને આ પળોને કેમેરામાં કેદ કરી. જીએમસી સ્કુલ ખરેખર એવા માતાપિતાના આભારી છીએ કે જેમણે આ બાળકો માટે કંઈક પ્રાયોજિત કર્યું.

જીએમસી સ્કુલ દ્વારા રોટરી ક્લબ ઓફ પોરબંદરનો પણ આ કાર્યક્રમમાં ભાગ લેવા બદલ આભાર વ્યક્ત કરવામાં આવ્યું છે. આ બાળકોને ભેગા કરવા અને આ બધું શક્ય બને તે માટે હેલ્પિંગ હેન્ડ્સ ગ્રુપના ચંદુભાઇ જોશી, અમિતભાઇ ઠાકર અને કુ.રિદ્ધિ અત્રી તરફથી મળેલી સહાયની પણ જીએમસી સ્કુલ તરફથી વિશેષ આભાર માનવામાં આવ્યો હતો.

જિલ્લા ચૂંટણી અધિકારી અને માન. કલેકટર અને SVAP ટીમ ના માર્ગદર્શન માં પોરબંદરના દરિયા કિનારે હજૂર પેલેસની બાજુમાં રેત શિલ્પની રચના કરવામાં આવી હતી.જેમાં પોરબંદર જિલ્લામાં વધુમાં વધુ મતદાન મથકો પર વધુમાં વધુ મતદાન થાય તેવો સંદેશ પોરબંદરની જનતાને આપવામાં આવ્યો હતો. આ રેતશિલ્પ જોવા માટે પોરબંદરની જનતાને હાર્દિક આમંત્રણ પાઠવી તમામ મતદાન મથકો પર વધુમાં વધુ મતદાન કરવા દરેકને વિનંતી કરી હતી.