કાલે મતદાન: છ મહાપાલિકાના 144 વોર્ડમાં 2276 ઉમેદવારોનું ભાવી ઇવીએમમાં સીલ થશે, જૂનાગઢમાં બે યાર્ડમાં પેટા ચૂંટણી: કોંગ્રેસ-ભાજપ, આપ, એનસીપી, બસપા, ભારતીય સામ્યવાદી પાર્ટી, સમાજવાદી પાર્ટી, જનતાદળ ઉપરાંત અપક્ષો મેદાનમાં
રાજ્યની અમદાવાદ રાજકોટ, સુરત, વડોદરા, જામનગર, ભાવનગર મહાનગરપાલિકામાં આવતીકાલ ના રોજ મતદાન યોજાવાનું છે 144 વોર્ડ ના 2276 ઉમેદવારનું ભાવિ ઇવીએમમાં સીલ થશે આચારસંહિતાનો અમલ શરૂ થયો છે. જેથી જાહેરમાં કોઈ પણ સભા કે રેલી કરી શકાશે નહીં પરંતુ રાજકીય પક્ષો ડોર ટૂ ડોર પ્રચારમાં જોડાશે. આજની રાત કતલની રાત બની રહેશે મતદારોને રિઝવવા નાણાંની કોથળી ખુલ્લી મુકવામાં આવશે સામ-દામ-દંડ-ભેદની નીતિ અખત્યાર કરીને મતો અંકે કરવા રાજકારણીઓ મેદાનમાં આવશે.
રાજ્યની અમદાવાદ, સુરત, વડોદરા, જામનગર, રાજકોટ અને ભાવનગર કોર્પોરેશનમાં કાલે મતદાન છે, ત્યારે કુલ 144 વોર્ડમાં 2276 ઉમેદવારો ચૂંટણી મેદાને છે. આ 2276 ઉમેદવારોનું ભાવિ કાલે ઈવીએમમાં સીલ થશે. લોકો મતદાનનો ઉપયોગ કરશે જ્યારે જૂનાગઢ કોર્પોરેશનના 2 વોર્ડની પેટા ચૂંટણીમાં કુલ 9 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. આ ઉપરાંત જૂનાગઢ કોર્પોરેશનના 2 વોર્ડની પેટા ચૂંટણીમાં 14 લોકોએ ઉમેદવારી નોંધાવી હતી. જેમાંથી 3 અમાન્ય રાખવામાં આવી છે અને 11 ઉમેદવારી માન્ય રાખવામાં આવી છે જ્યારે એક બેઠક બિનહરીફ પણ જાહેર થઈ છે. જે અમદાવાદ કોર્પોરેશનની છે.
2015માં 578 બેઠકો માટે 385 ઉમેદવાર ભાજપ્ના 183 ઉમેદવાર કોંગ્રેસના અને અન્ય 8 ઉમેદવારો મેદાનમાં ઉતયર્િ હતા. ગત ચૂંટણીની સરખામણીએ આ વખતે 144 વોર્ડ માટે ભાજપ્ના 575 કોંગ્રેસના 564 બસપાનાં 167 ભારતીય સામ્યવાદી પાર્ટીના 7 નેશનલ કોંગ્રેસ 89 ભારતના માર્કસવાદી પક્ષના 17 સમાજવાદી પાર્ટીના 3 જનતા દળ 1, જનતાદળ સેક્યુલર ના 3 આમ આદમી પાર્ટીના 469અન્ય 155 અપક્ષ 226 મળીને 2,276 ઉમેદવારો મેદાનમાં છે. આ વખતે એક બેઠક બિનહરીફ અમદાવાદમાં જાહેર થઇ છે.
રાજકીય પક્ષોની જો વાત કરવામાં આવે તો 6 કોર્પોરેશનમાં દસ જેટલા રાજકીય પક્ષો ચૂંટણી મેદાનમાં છે. જેમાં મુખ્યત્વે ભારતીય જનતા પાર્ટી (ભાજપ), ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ (કોંગ્રેસ), આમ આદમી પાર્ટી(આપ), નેશનલિસ્ટ કોંગ્રેસ પાર્ટી (એનસીપી) વચ્ચે અનેક બેઠકો પર સીધી ટક્કર છે. અન્ય પક્ષોમાં બહુજન સમાજ પાર્ટી (બીએસપી), ભારતીય સામ્યવાદી પક્ષ (સીપીઆઈ), ભારતનો સામ્યવાદી પક્ષ, સમાજવાદી પાર્ટી (એસપી) જનતાદળ સેક્યુલર (જેડીએસ) અને ગુજરાતમાં સૌપ્રથમ વખત ચૂંટણી મેદાને ઝંપલાવી રહેલી ઑલ ઈન્ડિયા મજલીસ -એ- ઈત્તહુદુલ મસ્લીમીન (એઆઈએમઆઈએમ) સહિતના અન્ય અને અપક્ષ ઉમેદવારોએ પણ કોર્પોરેશનની ચૂંટણીમાં દાવેદારી નોંધાવી છે.
કોર્પોરેશનની બેઠકની જો વાત કરવામાં આવે તો જ કોર્પોરેશનમાં 576 બેઠકોમાં 2276 જેટલા ઉમેદવારો ચૂંટણી મેદાનમાં છે. 21 તારીખે રવિવારના રોજ મતદાન કરવામાં આવશે, પક્ષ પ્રમાણેની જો વાત કરવામાં આવે તો ભાજપ્ના 575 ઉમેદવારો, કોંગ્રેસના 564 ઉમેદવારો, આમ આદમી પાર્ટીના 468 ઉમેદવારો, બસપા પક્ષના 167 ઉમેદવારો, એન.સી.પીના 89 ઉમેદવારો અન્ય 155 અને અપક્ષના 225 ઉમેદવારો મળીને કુલ 2276 જેટલા ઉમેદવારો કોર્પોરેશનની ચૂંટણી મેદાનમાં રહેશે.
કઈ કોર્પોરેશનમાં કેટલા વોર્ડ અને કેટલા ઉમેદવારો
અમદાવાદ 48 વોર્ડ 773 ઉમેદવારો.
સુરત 30 વોર્ડ 484 ઉમેદવારો.
વડોદરા 19 વોર્ડ 279 ઉમેદવારો.
જામનગર 16 વોર્ડ 236 ઉમેદવારો.
રાજકોટ 18 વોર્ડ 293 ઉમેદવારો.
ભાવનગર 13 વોર્ડ 211 ઉમેદવારો
6 મહાનગરમાં કુલ 1.14 કરોડ મતદારો
કાલે રાજ્યની 6 મહાનગરપાલિકામાં મતદાન પ્રક્રિયા હાથ ધરવામાં આવશે. જેમાં કુલ 1,14,67,358 મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરશે. આ મતદારોમાં કુલ 60,60,540 જેટલા પુરુષો અને 54,06,279 મહિલા મતદાર અને 539 ટ્રાન્સજેન્ડર મતદાર નોંધાયા છે. આમ, કુલ 1,14,67,358 જેટલા મતદારો 6 કોર્પોરેશન ચૂંટણીમાં મતદાન કરશે. તેમાંથી સૌથી વધુ ટ્રાન્સજેન્ડર મતદાર 204ની સંખ્યા સાથે વડોદરા પ્રથમ સ્થાને છે. આમ, કુલ 1,14,67,358 જેટલા મતદારો 6 કોર્પોરેશનની ચૂંટણીમાં મતદાન કરશે.
13,946 ઈવીએમથી થશે ચૂંટણી
સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈને અત્યાર સુધીમાં 9 જેટલી વીડિયો કોન્ફરન્સ જિલ્લા કલેકટરો સાથે કરવામાં આવી હતી જ્યારે ઇલેક્શન કમિશન પાસેથી વધારાના ત્રણ હજાર જેટલા ઈવીએમ મંગાવવામાં આવ્યા છે, જેમાં કોર્પોરેશન વિસ્તારમાં 11,477 મતદાન મથકોની સંખ્યા નક્કી કરવામાં આવી છે, જેમાં 3851 મતદાન મથકો સંવેદનશીલ મતદાન મથક તરીકેની ગણતરી કરવામાં આવી છે, જ્યારે 1656 જેટલા મતદાન મથકો અતિસંવેદનશીલ મતદાન મથક નક્કી કરાયા છે. કુલ 13,946 ઈવીએમ ઉપયોગ કરવામાં આવશે.
આ વખતની ચૂંટણીમાં એમવી-કે 5 પ્રકારના ઈવીએમ મશીનોનો ઉપયોગ થશે જે નોટા સાથેના છે.
કોરોના ના કારણે 50 કરોડથી વધારે આરોગ્યલક્ષી ખર્ચ.
આવતીકાલે રાજ્યની 6 મહાનગર પાલિકા વિસ્તારમાં સામાન્ય ચૂંટણી યોજાઈ રહી છે તારે કોરોનાની મહામારી ના કારણે ચૂંટણીલક્ષી ખર્ચમાં 50 કરોડનો વધારાનો ખર્ચ કરવામાં આવનાર છે પોલીંગ સ્ટેશનો દીઠ રુપિયા 25000 ખર્ચની મયર્દિા નક્કી કરવામાં આવી છે ત્યારે કોરોનાની મહામારીના કારણે વિવિધ સામગ્રી જેવી કે થર્મલગન,ગ્લોઝ ,સેનીટાઇઝર ફેસ સિલડ માસ્ક વગેરે સામાન પાછળ થનાર રૂપિયા 50 કરોડના ખર્ચને રાજ્યના સામાન્ય સામાન્ય વહીવટ વિભાગે મંજુરી આપી છે.
ઇલેકશન હાઇલાઇટ
- 6 મહાનગરપાલિકામાં 3411 મતદાન મથકો 11154 બુથ.
- 1.50 લાખ લોકો સામે અટકાયતી પગલા લેવામાં આવ્યા 25800 સામે પાસા.
- ચૂંટણીની જાહેરાત પછી આઠ કરોડથી વધુ રકમનો દેશી વિદેશી દારૂ પકડાયો.
- 25000 પોલીસ 15500હોમગાર્ડ એસઆરપીની 14 કંપ્ની તૈનાત.
- 287 સેક્ટર પોલીસ મોબાઇલ 136 કવીક રિસ્પોન્સ ટીમ સુરક્ષા માટે એસઆરપી તૈનાત.
- ચૂંટણી પૂર્વે 48282શસ્ત્રો જમા લેવાયા.
- કોરોના ગાઈડલાઈનના ભંગ બદલ 70 હજાર લોકો સામે દંડનીય પગલાં ભંગ બદલ 7 કરોડનો દંડ વસૂલાયો.
- 362લોકોને તડીપાર 345 પાસા 570 રીઢા ગુનેગાર 1401 વોન્ટેડ આરોપીઓની ધરપકડ કરવામાં આવી.
- મહાનગરપાલિકામાં ઈવીએમ 13946નો ઉપયોગ થશે, 62234 પોલીંગ સ્ટાફ ખડે પગે ફરજ બજાવશે.
- ગુજરાત રાજ્યની રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર રાજ્ય તથા કેન્દ્રશાષીત પ્રદેશ દિવ દમણ અને દાદરા નગરહવેલી સાથે
- સંકળાયેલ આંતરરાજ્ય સરહદ ઉપર કુલ 97-આંતરરાજ્ય ચેકપોસ્ટ ઉભી કરવામાં આવેલ છે.