કુછડી ખાતે બંદર ન બનાવવામાં આવે તે અંગે સોમવારના દિવસે સમસ્ત ખારવા જ્ઞાતિ વધુ એક વખત ઉગ્ર રજૂઆત કરશે
પોરબંદરમાં ખારવા સમાજના વાણોટ પ્રેમજીભાઈ ખુદાઈના અધ્યક્ષ સ્થાને ખારવા સમાજના પંચપટેલ, ટ્રસ્ટીઓ અને બોટ એસોસીએશનના પ્રમુખ તેમજ કમીટી મેમ્બરશઓ, પિલાણા એસોસીએશનના પ્રમુખ તેમજ કમીટી મેમ્બરની કુછડી મુકામે ફેઈઝ -2 બંદર બનાવવા અંગે ના વિરોધ બાબતની એક અગત્યની મીટીંગ મળેલ હતી, જેમા એવું જણાવ્યું હતું કે અમોને આધારભૂત સુત્રોમાંથી જાણવા મળેલ કે બંદર કુછડી જ બનશે. તેવા સમાચાર ખારવા સમાજને મળતા, ખારવા સમાજનો સખ્ત વિરોધ હોવા છતા પણ સરકાર તરફથી પોરબંદરથી અંદાજીત ૧૦ થી ૧૨ કિ.મી. દુર કુછડી ગામે ફેઈઝ -2 બંદર બનવા જઈ રહ્યું હોય તેનો ખારવા સમાજ સખ્ત વિરોધ કરે છે. અમોને રૂબરૂમાં મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણીએ વચન આપેલ કે ખારવા સમાજનો વિરોધ હોય તો કુછડી ગામે બંદર નહી બનાવીએ તેવુ અમને વચન આપેલ હતું. તેમના વચનને માન આપીને ઈતિહાસમાં પ્રથમ વખત ખારવા સમાજે ભાજપ ને ખુલ્લામાં જાહેર ટેકો આપેલ અને ભાજપ મા જોડાયેલ. છતા પણ અમને આધારભૂત સુત્રો દ્વારા જાણવા મળેલ કે બંદર કુછડી બનાવવાનું નક્કી કરેલ હોય. તેના વિરોધમાં તા . ૨૨-૦૨-૨૦૨૬ સોમવારના રોજ એક દિવસ માટે ખારવા સમાજ તેમના મચ્છીને લગતા તમામ કામ ધંધા જેવા કે એક્સપોર્ટસ, ડીઝલ પંપ, આઈસ ફેકટરી, કસર, મચ્છીમાર્કેટ, સપ્લાયરો, ડ્રાયફીશ એસોસીએશન તથા મચ્છીને લગતા તમામ કામ ધંધા બંધ રાખવામાં આવશે. અને આ અંગે કલેકટરને આવેદન પત્ર પાઠવી ઉગ્ર રજૂઆત કરવામાં આવશે.