રામ મંદિર માટે ફંડ એકત્રીત કરાયું

રામ સેતુ માટે જો એક ખિસકોલી પોતાથી બનતું યોગદાન આપી શકતી હોય તો અમે ભારતના ભૂલકાઓ ભારત માં બનતા ભવ્ય રામ મંદિર માટે સહયોગી કેમ ન બની શકીએ. આવા ઉમદા વિચારો સાથે કસ્તુરબા સ્કૂલના ધોરણ 9, ધોરણ 10 અને ધોરણ 11 નાં વિદ્યાર્થીઓએ આજરોજ પોરબંદર નગરના અધિકારી માનનીય નગર સંઘચાલક હિતેશભાઈ દાસણી, નગર કાર્યવાહ મહેશભાઈ ગઢવી, સહ કાર્યવાહ અશોકભાઈ ગોહેલ, પ્રચાર પ્રમુખ તેજસ જમનાદાસ થાનકીને 2501/- રૂપિયા નો ચેક શ્રીરામ જન્મભૂમિ નિર્માણ ક્ષેત્રે અર્પણ કર્યો ત્યારે જય શ્રીરામ…જય શ્રીરામના નારાઓ સાથે વાતાવરણ ગુંજી ઉઠ્યું હતું. આ કાર્યક્રમમાં રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના કાર્યકર રાહુલભાઈ રાજાણીએ પણ ખાસ હાજરી આપી હતી. આ કાર્યક્રમને સફળ બનાવવા માટે સ્કૂલના સ્ટાફએ જહેમત ઉઠાવી હતી ઉપરાંત આ કાર્યક્રમમાં ખાસ ઉપસ્થિત કસ્તુરબા સ્કૂલના મેનેજીંગ ટ્રસ્ટી અનિલ બાપોદરા, કીર્તિદા બાપોદરા હાજર રહ્યા હતા.