રાજયમાં આગામી સ્થાનિક સ્વરાજય ચૂંટણી અનુસંધાને પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા સારૂ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું હતું. અને પોલીસ અધિકારી, કર્મચારીઓ દ્વારા કરવામા આવેલ પ્રશંસનીય કામગીરી કરવા બદલ પ્રશંસા પત્ર એનાયત કરી પ્રોત્સાહીત કરવામાં આવ્યાં હતા. રાજયમાં આગામી સ્થાનિક સ્વરાજ ચુંટણી અનુસંધાને પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા સારૂ અને પોલીસ અધિકારી, કર્મચારીઓએ કરેલ સારી કામગીરી બદલ પ્રોત્સાહીત કરવા સારૂ જુનાગઢ રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક મનીન્દર પ્રતાપસિંહ પવાર સાહેબ નાઓના માર્ગદર્શન હેઠળ પોરબંદર પોલીસ અધિક્ષક ડૉ.રવિ મોહન સૈની સાહેબ નાઓના અધ્યક્ષ સ્થાને પોરબંદર પોલીસ હેડ કવાટર્સ જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે નાયબ પોલીસ અધિક્ષક પોરબંદર શહેર, ગ્રામ્ય, મુખ્ય મથકનાઓની ઉપસ્થિતિમા રાજયમાં સ્થાનિક સ્વરાજ ચુંટણી અનુસંધાને પોરબંદર જિલ્લામાં કાયદો અને વ્યવસ્થાની સમીક્ષા કરવા સારૂ મીટીંગનું આયોજન કરવામાં આવ્યું અને આ મીટીંગ દરમ્યાન જિલ્લાના પોલીસ અધિકારી, કર્મચારીઓએ કરેલ પ્રશંસનીય કામગીરી બદલ પ્રોત્સાહીત કરવા સારૂ પોરબંદર જિલ્લાના પોલીસ સ્ટેશન કચેરીમાં ફરજ બજાવતા પોલીસ અધિકાર કર્મચારીઓ દ્વારા કરવામાં આવેલ પ્રશંસનીય કામગીરી કરવા બદલ અને ભવિષ્યમાં પણ સારી કામગીરી કરે તે હેતુથી પ્રોત્સાહીત કરવા પ્રશંસાપત્ર એનાયત કરવામાં આવ્યા હતા.