રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપ સિંહ નામના નકલી ફેસબુક એકાઉન્ટ બનાવી એક ભેજાબાજે ડીઆઈજી ના મિત્રો ને મેસેજ કર્યો હતો.જોકે કોઈ પૈસાની માંગણી કરવામાં આવી ન હતી પરંતુ ડીઆઈજી અને તેમના મિત્રોની સર્તકતાથી અંતે આ એકાઉન્ટ બ્લોક કરી દેવામાં આવ્યું હતું. અને આ અંગે રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપ સંગે ફેસબુકને ફરિયાદ કરી છે.
આ અંગે રાજકોટ રાજકોટ રેન્જ ડીઆઈજી સંદીપસિંહના જણાવ્યા અનુસાર કોઈ ભેજાબાજે તેમના નામનું એક ફેસબુક આઇડી બનાવ્યા બાદ તેમના મિત્રો ને ફેસબુક મારફતે સંદીપસિંહના નામની ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલવામાં આવી હતી. આ ફ્રેન્ડ રિક્વેસ્ટ આવતા સંદિપસિંહે પોતાનું નવું એકાઉન્ટ બનાવ્યું હશે તેવું માનીને તેમના મિત્રોએ સંદીપ સિંહના નામના નકલી ફેસબુક એકાઉન્ટની ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લીધી હતી.ફ્રેન્ડ રિક્વેસ્ટ સ્વીકારી લીધા બાદ ભેજાબાજે સંદીપસિંહના મિત્રો ને મેસેજ કર્યો હતો જેમાં હાય અને હેલો કયર્િ બાદ મને થોડી તકલીફ છે તેવી વાત જણાવી હતી. ત્યારે ડીઆઈજી સંદીપસિંહના મિત્રોએ મોબાઈલ નંબર માગતા ભેજાબાજે તેનો ભાંડો ફુટી જશે તેવી ડર થી નકલી એકાઉન્ટ બ્લોક કરી દીધું હતું. આ બાબતે ડીઆઈજી સંદિપસિંહ મિત્રોએ એમને ફોન દ્વારા જાણ કરતાં અંતે સંદીપસિંહે તાત્કાલિક આ અંગે પોતાનું ફેક ફેસબુક એકાઉન્ટ બની ગયા અંગેની પોસ્ટ તેમના પોતાના ઓરિજિનલ ફેસબુક આઇડી ઉપર મૂકી હતી.અને નવા ફેસબુક એકાઉન્ટની ફ્રેન્ડ રિક્વેસ્ટ નહીં સ્વીકારવાની પોતાના ફેસબુક મિત્રોને જાણ કરી હતી આ અંગે તેમણે પોતાના નામનું નકલી ફેસબુક એકાઉન્ટ બની ગયા અંગેની ફરિયાદ ફેસબુકમાં કરતા અંતે આ એકાઉન્ટ હાલ ડીલીટ કરી દેવામાં આવ્યું છે.
અત્યારે વાત ઉલ્લેખનીય છે કે હાલ સોશિયલ મીડિયાના માધ્યમથી છેતરપિંડી ના બનાવો વધી રહ્યા છે ત્યારે એક આઇપીએસ અધિકારીના નામનું ફેસબુક એકાઉન્ટ બનાવીને તેના મિત્રો સાથે વાતચીત કરીને પોતે તકલીફમાં છે તેવી વાત જણાવીને આગળ પૈસાની માગણી કરે તે પૂર્વે જ ડીઆઈજી ના મિત્રો અને ડીઆઈજીની સર્તકતાથી આ ભેજાબાજ નો ભાંડો ફૂટી જતાં આવી કોઈ પૈસાની માગણી તો થઈ ન હતી પરંતુ ભવિષ્યમાં લોકો આવા નકલી એકાઉન્ટ નો ભોગ ન બને તે માટે સતર્ક રહેવા રેન્જ ડીઆઈજી સંદિપસિંહ લોકોને અપીલ કરી છે આ બાબતે રાજકોટ રેન્જના સાયબર સેલના પી આઇ ડોડીયા અને તેમની ટીમે તપાસ શરૂ કરી છે.