નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસમાં મીઠાપુર ટાટા ડીએવી સ્કૂલની બાળાઓ ઝળકી

બાળ વૈજ્ઞાનિકોના સાયન્સ પ્રોજેકટની રાષ્ટ્રીય સ્તરે પસંદગી

તાજેતરમાં નેશનલ ચિલ્ડ્રન્સ સાયન્સ કોંગ્રેસનું રાજયકક્ષાનું આયોજન ગુજરાત કાઉન્સીલ ઓન સાયન્સ એન્ડ ટેકનોલોજી, ડીપાર્ટમેન્ટ ઓફ સાયન્સ એન્ડ ટેકનોલોજી, ગુજરાત સરકાર દ્વારા યોજવામાં આવ્યો હતો.

દર વર્ષની જેમ આ વર્ષે પણ નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ પ્રોજેકટ સાયન્સ ફોર સસ્ટેનેબલ લીવીંગ થીમ પર યોજાયેલ હતો, જેમાં દરેક જિલામાંથી લોક વિજ્ઞાન કેન્દ્ર દ્વારા પાંચ-પાંચ પ્રોજેકટની પસંદગી કરી રાજયકક્ષાએ રજૂ કરાયા હતા.

જેમાં ભાસ્કરાચાર્ય જિલ્લા લોક વિજ્ઞાન કેન્દ્ર – દેવભૂમિ દ્વારકા દ્વારા પણ જિલ્લાના પાંચ ઉત્તમ પ્રોજેકટ રાજયકક્ષાએ રજૂ કરાયા હતા, જે પૈકી મીઠાપુર ટાટા ડીએવી સ્કૂલના બાળ વૈજ્ઞાનિકો  શ્રધ્ધા ચાનપા તેમજ ભવ્યા ચૌહાણ દ્વારા રજૂ કરાયેલ એરોમેટીક ઈન્સેન્સ સ્ટીક પ્રોજેકટ રાજયકક્ષાના નેશનલ ચિલ્ડ્રન સાયન્સ કોંગ્રેસ માટે પસંદગી પામ્યો હતો.

આ પ્રોજેકટમાં બાળ વૈજ્ઞાનિકોના માર્ગદર્શિકા તરીકે શ્રીમતી સિંધુ રાઠોડ હતા. આગામી સમયમાં રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં બંને સ્પર્ધકો ભાગ લેશે. આ પ્રસંગે સ્વામી મુક્તાનંદજીબાપુ, સ્વામી કેશવાનંદજી, પ્રખર શિક્ષણવિદ્દ ગીજુભાઇ ભરાડ અને ભાસ્કરાચાર્ય જિલ્લા લોકવિજ્ઞાન કેન્દ્ર, દેવભૂમિ દ્વારકાના ચેરમેન ડો. માતંગ પુરોહિતે બાળ વૈજ્ઞાનિકોને અભિનંદન પાઠવ્યા હતા.

આ તકે જિલ્લાના બાળકોને સ્પર્ધાત્મક અને રચનાત્મક પ્રવૃત્તિમાં ઉત્તમ પ્રદર્શન કરવા તેમજ લોક વિજ્ઞાન કેન્દ્રની પ્રવૃતિઓમાં રસપૂર્વક હિસ્સેદારી નોંધાવવા ટીવી કો-ઓર્ડિનેટર કૈલાશ ગોઢાણીયાએ અપીલ કરી હતી.