મહાપાલિકાના 2113 કર્મચારીઓએ કોરોના સામેની વેક્સિન ન લીધી

40 શાખાના 2113 કર્મચારીઓના નામ જોગ ડે.કમિશનરે પરિપત્ર પ્રસિધ્ધ કરવો પડયો: તમામને વહેલી તકે વેક્સિન લઇ લેવા તાકીદ: સાઇડ ઇફેકટના ભયથી ડરતા કર્મચારીઓ

રાજકોટ મહાપાલિકાની વિવિધ શાખાઓના કર્મચારીઓ અને અધિકારીઓ કોરોના સામેની વેક્સિન લેતાં ડરતા હોય અનેક કર્મચારીઓએ હજુ સુધી વેક્સિન લીધી નથી. આથી તાજેતરમાં ડે.કમિશનર કક્ષાએથી તમામ શાખાઓના કર્મચારીઓના નામ જોગ પરિપત્ર પ્રસિધ્ધ કરી રસીકરણ માટે તાકીદ કરવામાં આવી છે.

વિશેષમાં ક્રમાંક-રામનપા/મહેકમ/1775 તા.6-2-2021થી ડે.કમિશનરે કરેલા પરિપત્રમાં જણાવ્યું છે કે રાજકોટ મહાનગરપાલિકામાં કોરોના ફ્રન્ટલાઇન વર્કસ તરીકે ફરજ બજાવતા તમામ અધિકારીઓ તથા તમામ કર્મચારીઓને કોવિડ-19 વેક્સિન મુકાવવા જાણ કરવામાં આવેલ છે તેમ છતાં અનેક શાખાના અધિકારીઓ અને કર્મચારીઓએ હજુ સુધી વેક્સિન મુકાવેલ નથી તેની યાદી જાહેર કરાયેલ છે. જેમાં વિવિધ શાખાના 2113 કર્મચારીઓ સમાવિષ્ઠ છે. આ તમામ કર્મચારીઓને વહેલામાં વહેલી તકે વેક્સિન મુકાવી લેવા તાકીદ છે.

ગેરસમજ અને અફવાઓથી દૂર રહો: વેક્સિન અચૂક લ્યો-કમિશનર
રાજકોટ મ્યુનિ. કમિશનર ઉદિત અગ્રવાલે મ્યુનિ. સ્ટાફને અપીલ કરતા જણાવ્યું હતું કે કોઇપણ પ્રકારની ગેરસમજ અને અફવાઓથી દૂર રહીને મ્યુનિ. સ્ટાફે કોરોના સામેની વેક્સિન લેવી જોઇએ. કોઇપણ પ્રકારની વેક્સિન લેવામાં આવે ત્યારે 12થી 24 કલાક સુધી તેની સાઇડ ઇફેકટ આવતી હોય છે જે ખૂબ સામાન્ય હોય છે તેનાથી બિલકુલ ડરવાની જર નથી. કર્મચારીઓ વહેલી તકે વેક્સિન લઇ લ્યે તે જ તેમના હિતમાં છે.

સાહેબ અમે પતિ-પત્ની બન્ને સાથે વેક્સિન લેશું!
કોરોના સામેની રસી નહીં લેનાર કર્મચારીઓને વ્યક્તિગત રીતે બોલાવીને પુછપરછ કરવામાં આવી રહી છે તેમાં અમુક કર્મચારીઓએ એવા જવાબો રજૂ કયર્િ હતાં કે, હં એકલો રસી લઇ લઉં તેમ ન ચાલે અમે પતિ-પત્ની બન્ને સાથે વેક્સિન લેશું! આ ઉપરાંત અલગ અલગ કર્મચારીઓએ વિવિધ પ્રકારના બહાના રજૂ કયર્િ હતાં