પોરબંદર નગર પાલિકા ચૂંટણી-તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયત બેઠકની ઉમેદવારી માટે એક દિવસમાં 195 ફોર્મ ઉપડ્યા હોવાનું જણાવવામાં આવ્યું હતું
પોરબંદર તાલુકા પંચાયત માટે 3 અને જિલ્લા પંચાયત માટે 1 એમ કુલ 4 ફોર્મ ભરાયા છે.
પોરબંદર પાલિકા ચૂંટણી અને તાલુકા જિલ્લા પંચાયતની ચૂંટણી ની બેઠકો માટે ઉમેદવારોએ ફોર્મ ભરવાની શરૂઆત કરી થઈ ગઈ ત્યારે તાલુકા પંચાયત બેઠક માટે 3 ઉમેદવારોએ ફોર્મ ભર્યું છે જ્યારે જિલ્લા પંચાયતની બેઠક માટે એક ઉમેદવારે ફોર્મ ભર્યુ હોય અને કુલ 195 ફોર્મ ઉપડ્યા છે. પાલિકાની, તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની બેઠકો માટે ચૂંટણી યોજાશે. પાલિકાની 52 બેઠક માટે, પોરબંદર તાલુકા પંચાયતની 22 બેઠક અને રાણાવાવ તાલુકા પંચાયતની 16 બેઠક તેમજ કુતિયાણા તાલુકા પંચાયતની 16 બેઠક અને જિલ્લા પંચાયતની 18 બેઠક માટે ઉમેદવારી પત્ર ભરવાની તારીખ જાહેર કરવામાં આવી હોય અને આ બેઠકો માટે ઉમેદવારો મેદાનમાં ઉતર્યા છે. ઉમેદવારી પત્ર ભરવાની કામગીરી શરૂ થઈ છે. પોરબંદર તાલુકા પંચાયતની બેઠક માટે 12 માધવપુર બેઠક માટે રામીબેન સોમાભાઈ માવદીયા, 13 માધવપુર બેઠકમાં ભરમીબેન ભીમાભાઈ ઘરસંડા અને 14 માધવપુર બેઠક માટે પરબત માયાભાઈ ગરચારે ઉમેદવારી પત્ર ભર્યું છે. આ ત્રણેય ઉમેદવારે કોંગ્રેસ માંથી ઉમેદવારી નોંધાવી હોય અને જિલ્લા પંચાયતની બેઠક માટે એક 12 માધવપુર બેઠકમાં લાખીબેન ભનુભાઈ ભુવાએ ઉમેદવારી નોંધાવી છે. જિલ્લા પંચાયતની બેઠક માટે કુલ 26 ફોર્મ ઉપડ્યા હોવાનું જણાવ્યું હતું. પોરબંદર નગરપાલિકા ની બેઠક માટે 88 ફોર્મ, પોરબંદર તાલુકા પંચાયત બેઠક માટે 4 ફોર્મ, રાણાવાવ તાલુકા પંચાયત બેઠક માટે 13 ફોર્મ અને કુતિયાણા તાલુકા પંચાયતની બેઠક માટે 64 ફોર્મ આમ 195 ફોર્મ ઉપડ્યા હોવાનું જણાવ્યું હતું.