કુતિયાણા નજીક એલ્યુમીનીયમ વાયરના જથ્થા સાથે એક શખ્સને એસઓજી ટીમે ઝડપી લીધો હતો. જિલ્લામાં મિલ્કત વિરૂધ્ધ ના ગુન્હાઓ અટકાવવા માટે એસઓજી પીઆઇ કે.આઇ.જાડેજા તથા પીએસઆઇ એચ.સી.ગોહીલને જિલ્લા પોલીસ વડાની સુચનાના આધારે એસઓજી સ્ટાફના એ.એસ.આઇ કે.બી.ગોરાણીયા તથા પો.કોન્સ સમીર સુમારભાઇ જુણેજા કુતીયાણા પો.સ્ટે વિસ્તારમાં પેટ્રોલીંગમાં હતા.
દરમ્યાન તેઓને હકીકત મળેલ હોય કે ટ્રક નં જી.જે 20 યુ 3864 માં નો એલ્યુમીનીયમ નો વાયર ચોરી કે છળ-કપટ થી મેળવી લઈને જતો હોય, જેથી પોરબંદર કુતીયાણા બાયપાસ રોડ મહીયારી ગામ તરફ જતા રસ્તે વાહન ચેકીંગ દરમ્યાનએ નંબરનો ટ્રકનો ચાલક હરીશ હોથીભાઇ ઓડેદરા રહે. જ્યુબેલી ગાયત્રી પ્લોટ, પોરબંદર વાળોની ટ્રકની તપાસ કરતા એલ્યુમીનીયમ વાયરના ગુચળાઓ વજન 8110 કી.ગ્રા કી.રૂ 11,20,660નો મુદ્દામાલ મળી આવ્યો હતો. અને આ શખ્સ પાસે પીજીવીસીએલના એલ્યુમીનીયમ વાયરના ગુચળાઓ અંગે કોઇ બીલ કે આધાર પુરાવો ન હોય અને એલ્યુમીનીયમ વાયરનો કોઇ બીલ-પુરાવા રજુ કરેલ ન હોય જેથી સી.આર.પી.સી કલમ મુજબ કાર્યવાહી કરી હતી.