પતંગના દોરા હજુ પણ જાહેર માર્ગોપર લટકી રહ્યા, પક્ષીનું મોત નીપજ્યું

પોરબંદર જિલ્લામાં ઉત્તરાયણના તહેવાર દરમિયાન પતંગ રસિકોએ પતંગ ચગાવી હતી. અને પતંગના દોરા હજુ પણ જાહેર માર્ગોપર લટકી રહ્યા છે. ત્યારે પોરબંદર શહેરમાં આવેલ કમલાબાગ નજીક તારમાં પતંગના દોરા લટકાવેલા હતા. તે સમય દરમિયાન અહીં કબૂતર પક્ષી પતંગના દોરામાં ફસાઈ ગયું હતું. અને તરફડીયા મારી રહ્યુ હતું. આ સમયે સેવાભાવી લોકોએ પીજીવીસીએલ વિભાગને તાત્કાલિક જાણ કરી હતી. અને પીજીવીસીએલ વિભાગને આ અંગેની જાણ થતા ડીજીવીસીએલ વિભાગની ટીમ તાત્કાલિક ધોરણે ઘટના સ્થળે આવી પહોંચી હતી. અને જાહેર માર્ગ પર કબૂતર પક્ષી પતંગના દોરામાં ફસાઈ તરફડીયા મારી રહ્યું હતું. તે સમય દરમિયાન પીજીવીસીએલ વિભાગની ટીમે આ કબૂતર પક્ષીને બચાવવા માટેના અથાગ પ્રયાસો હાથ ધર્યા હતા. પરંતુ તાર માંથી કાઢે તે પહેલાં જ કબૂતર પક્ષીનું મોત નીપજ્યું હતું. આમ પીજીવીસીએલ વિભાગ દ્વારા શહેરમાં અન્ય સ્થળોએ પણ તારમા આટોપાયલ પતંગના દોરાનો નિકાલ કરવામાં આવે તેવી પણ નગર જનોની માંગ ઉઠવા પામી છે. જાહેર માર્ગો પર તાર માં આટોપાયલ દોરવાનું નિકાલ નહી કરવામાં આવે તો હજુ પણ વધુ પક્ષીઓનો ભોગ લેવાશે જેથી યોગ્ય કરાય તેવી માંગ ઉઠી છે.