ઉત્તરાખંડમાં ડેમ તૂટ્યો હોવાના કારણે મોટી નુકસાની થઈ છે અને પાણી પુષ્કળ પ્રમાણમાં આવયુ હોવાના પગલે ભારે નુકસાન થયું છે. હજુ સુધી નુકશાનીનો આંક આપી શકાયો નથી. ઉપરાંત વ્યાપક પ્રમાણમાં જાનહાની થવાની પણ આશંકાઓ સેવાઈ રહી છે. કેટલા લોકો પાણીમાં ગરકાવ બન્યા હોવાનો પણ અંદાજ જાણી શકાયું નથી. આવી સ્થિતિમાં પોરબંદર ડિઝાસ્ટર વિભાગ દ્વારા માહિતી આપી એવું જણાવવામાં આવ્યું હતું કે પોરબંદર જિલ્લાના કોઈ પણ વ્યક્તિ ઉતરાખંડ હરવા ફરવા માટે ગયા હોય તો માહિતી આપવા અને પોરબંદર જિલ્લાના કોઈ પણ વ્યક્તિ ઉત્તરાખંડમાં પ્રવાસે ગયા હોય તો તાત્કાલિક ધોરણે માહિતી ગાર કરવા જણાવ્યું હતું.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ કંટ્રોલ રૂમના નંબર 0286-2220800

By admin