વર્ષ 2021નું આ બજેટ એટલે કે આંકડાઓની માયાજાળ, ખેડુતો તથા આમ આદમીને આંકડાઓની માયાજાળ અને ચાંદ-તારા બતાવતું હોય, તેવું આ કેન્દ્ર સરકારનું બજેટ છે, જેમાં ખેડુતોની આવક બમણી કરવાની કયાંય વાત નથી કે ખેત ઉત્પાદનોનાં ભાવ વ્યાજબી મળે તેમજ ખેડુતોને લાભ થાય, તેવી કોઇ બાબત આ કેન્દ્રીય બજેટમાં દશર્વિવામાં આવેલ નથી, ખેડુતોની આવક બમણી કરવાની વાતો કેન્દ્ર સરકાર વર્ષોથી મોટી-મોટી જાહેરાતો દ્વારા કરે છે, પરંતુ કેન્દ્ર સરકારની જો આ વાતો સાચી પડી હોત તો લાખો ખેડુતો કેન્દ્ર સરકાર સામે આંદોલનમાં કેમ બેઠા છે ? આ સરકારને ખેડુતોની અને લોકોની સુખાકારી વધે કે સામાન્ય જનને કોઇ લાભ થાય તે બાબત તો દુર રહી, તેના બદલે સરકાર અનેક જાહેર સાહસો જેમ કે એલઆઇસી, બીએસએનએલ અને ઇન્ડીયન એરલાઇન્સ જેવી કંપનીઓ વહેંચી નાખી હજારો કામદારોને રોજગાર વંચીત કરવાના અને બેરોજગારી વધારવાની કાર્યવાહી પગલા લઇ રહી છે.

આ કેન્દ્રીય બજેટમાં બેરોજગારોને રોજગારી મળે તેવા પગલાનો કોઇ ઉલ્લેખ નથી, કેન્દ્ર સરકાર તથા કેન્દ્રના તમામ પ્રધાનમંત્રીઓ લોકો સમક્ષ બેરોજગારોને રોજગારી આપવાની મોટી-મોટી વાતો કરતા હોય છે, પરંતુ બજેટ ગરીબી ઘટાડવાને બદલે ગરીબી વધે, ગરીબો વધુ ગરબી થાય તેવું હોવા ઉપરાંત કોરોના મહામારીમાં આવેલ આ બજેટમાં લોકો દ્વારા રાહતના પગલાઓની મોટી-મોટી આશાઓ રાખેલ હતી, પરંતુ આવી કોઇ બાબત દશર્વિેલ નથી કે કોઇ રાહતો બજેટમાં જાહેર કરેલ નથી, દર વર્ષે 2 કરોડ લોકોને રોજગારી મળશે તેવી વાતો કરવામાં આવે પણ કયારે ?

કૃષિક્ષેત્રે ખેડુતોને બજેટમાં આવક બમણી માટેનાં અનેક પગલાઓ તથા રાહતની આશાઓ હતી, પરંતુ તેના બદલે ખેડુતોને વર્ષે ા.2000ની સહાય આપવાથી આવક બમણી થઇ શકે નહીં, કૃષિ પેદાશોનાં પોષણક્ષમ ભાવો સંબંધમાં કોઇ પગલા આ બજેટમાં દશર્વિેલ નથી, ઉપરાંત ખેડુતોને કૃષિ માટે જરી એવી બાબતો, સસ્તી વિજળી, પાણી ચોવીસ કલાક મળે તે બાબત સંબંધમાં લેવાનારા કોઇ પગલાઓનો ઉલ્લેખ આ કેન્દ્રીય બજેટમાં નથી, પરંતુ રોજે-રોજ સરકાર ખેડુતોની આવક બમણી કરવાની વાતો કરતાં થાકતી નથી, ત્યારે આ બજેટમાં તો ખેડુતોને ઠેંગો બતાવેલ છે, તેમ વિજળી માત્ર અમુક સમય માટે અને પાણી પણ પુરતું મળવાનું તો દુલર્ભ છે, ત્યાં ખેત પેદાશો માટે પોષણક્ષમ ભાવોની કોઇ વાત આ કેન્દ્રીય બજેટમાં કહેવામાં આવેલ નથી.

આત્મનિર્ભર ભારતની વાતો કરવામાં આવે છે, પરંતુ આત્મનિર્ભર થવા માટે જગતના તાતને કાંઇ આપવામાં આવેલ નથી, પરંતુ ખેડુતો તો પહેલેથી જ આત્મનિર્ભર છે તેમાં સરકારનો કોઇ જ રોલ નથી તેમજ કોઇ લાભ આમ આદમીને પણ આ બજેટમાં આપેલ નથી, ઉલ્ટાનાં ખાનગીકરણ જેમ કે બેંકોનું, રેલ્વેનું, વિમા ક્ષેત્રનું અને ટ્રાન્સપોર્ટ સર્વિસ જેવા અનેક જાહેર સાહસોનાં ખાનગીકરણથી બેરોજગારી તથા ગરીબીમાં વધારો કરના આ બજેટ છે, ખેડુતોને પણ માત્ર અને માત્ર નિરાશા આપના આ કોરોના જેવી મહામારીમાં આવેલ કેન્દ્રીય બજેટ છે, આત્મનિર્ભર, ખેડુતોને બમણી આવક મળવાની લુખી વાતોની જ યાદ આપતું આ કેન્દ્ર સરકારનું વર્ષ-2021નું બજેટ છે, આ સરકારનું કામ છે માત્ર ખાનગીકરણ કરવાનું અને જાહેર સાહસો વહેંચવાનું અને માલેતુજારોને વધુ માલદાર બનાવવાનું છે તેમ દેવભુમિ દ્વારકાના ખંભાળીયા મત વિસ્તારનાં ધારાસભ્ય વિક્રમભાઇ માડમની અખબારી યાદીમાં જણાવવામાં આવેલ છે.

By admin