પોરબંદરમાં એક મહિનાની નિ:શુલ્ક યોગ શિબિરનો પ્રારંભ

પોરબંદરમાં એક મહિનાની નિ:શુલ્ક યોગ શિબિરનો પ્રારંભ થયો છે જેનો લાભ લેવા અપીલ કરવામાં આવી છે.
યોગ અને ધ્યાનના માઘ્યમથી આજના યુગમાં મહીલાઓ વધુ માનસિક અને શારીરિક સ્વાસ્થ્ય રાખી શકે છે. આજે યોગના કેવલ દેશમાં પણ વિદેશમાં પણ એક સ્વસ્થ જીવનનું માધ્યમ તરીકે સ્વીકૃતી મેળવી રહ્યું છે, ત્યારે આ યોગના વધુમાં વધુ પ્રચાર પ્રસાર માટે લાયોનેસ ક્લબ ઓફ પોરબંદર પણ આગળ આવ્યું છે. લાયોનેસ ક્લબ ઓફ પોરબંદર દ્વારા પણ મહિલાઓ અને બાળકો માટે એક મહીનાનો વિનામૂલ્યે ફ્રી ઓફ યોગ શિબિરનું આયોજન કરવામાં આવેલું છે. આ યોગ શિબિરમાં ટ્રેઈનર લાયોનેસ રેખાબેન રાયઠઠ્ઠા છે કે જેઓએ ગુજરાત યોગ બોર્ડ અને પતંજલી યોગા સેન્ટર અને આવા ઘણા યોગ ટ્રેઈનીંગ ઈન્સ્ટીટ્યુટથી પ્રશિક્ષણ મેળવ્યું છે. ગોગા ટ્રેઈનર લાયોનેસ રેખાબેન રાયઠઠ્ઠાનું માનવું છે કે યોગ થી ઘણા બધા રોગ જેમ કે બી.પી., ડાયાબીટીસ, આર્થરાઇટીસ જેવા અસાધ્ય રોગને પણ મટાડી શકાય છે.

લાયોનેસ ક્લબના આ ફ્રી યોગા શિબિરનું ઉદઘાટન લાયોનેસ પ્રમુખ જ્યોતિબેન મસાણીના શુભ હસ્તે પરેશનગર પાર્ટી પ્લોટ મુકામે કરવામાં આવેલ. તેમણે આ પ્રસંગે સમાજ જીવનમાં યોગના ઉપયોગ વિશે જણાવતા કહ્યું હતું કે સ્વસ્થ માનવ જીવન માટે યોગ એક માત્ર એવી સાધના છે જેથી માણસ ખુદ પોતામાં રહેલ આંતરીક શક્તિઓને ઉજાગર કરી શકે છે અને કોરોના કાળમાં યોગથી પોતાની રોગપ્રતિકારક શક્તિ વઘારી મન અને તનની સ્વસ્થતા રાખી શકે છે તેમ જણાવી બહેનોને વધુમાં વધુ સંખ્‌યામાં જોડાવવા આહવાન કરતા કહ્યું હતું કે જ્યારે આપણી દેશની દરોહર યોગાને આંતરરાષ્ટ્રીય સ્તરે પણ સ્વીકૃતિ મળી છે ત્‌યારે આપણે પણ યોગાને આપણા દૈનિક જીવનમાં સ્થાન આપવા જોઈએ. આ યો શિબિર પોરબંદરના અલગ-અલગ વિસ્તારોમાં ફ્રી ઓફ રાખવામાં આવશે. લાયોનેસ ક્લબ દ્વારા મિનાક્ષીબેન ગજ્જર, ભાવનાબેન, જીજ્ઞાશાબેન ભાલાણી બધા આ યોગ શિબિરમાં હાજર રહ્યા હતા.

व्हाट्सप्प आइकान को दबा कर इस खबर को शेयर जरूर करें

Please Share This News By Pressing Whatsapp Buttonजवाब जरूर दे 

आप अपने सहर के वर्तमान बिधायक के कार्यों से कितना संतुष्ट है ?

View Results

Loading ... Loading ...


Related Articles

Close
Website Design By Bootalpha.com +91 82529 92275
.