ખાલી ભવન સંચાલિત પુસ્તકાલયમાં પુસ્તક પ્રદર્શન યોજાયું
17 હજારથી વધુ પુસ્તકોના ખજાનાનો લાભ વાંચકો લઇ રહ્યા છે
પોરબંદર શહેરમાં આવેલ ખાદી ભવન સંચાલિત પુસ્તકાલયમાં પુસ્તકોનું પ્રદર્શન યોજવામાં આવ્યુ હતું. છેલ્લા 30 વર્ષથી ગાંધીપ્રેમી સ્વ મથુરાદાસ ભુપતા ભાગ્યોદય મંડળ સંચાલિત સાર્વજનિક લાઇબ્રેરી ખાતે તાજેતરમાં સ્વામી વિવેકાનંદના અલભ્ય પુસ્તકોનું પ્રદર્શન તથા વકૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતોદય મંડળ સંચાલિત ખાદી ભવન તથા સાર્વજનિક પુસ્તકાલયના પ્રમુખ અને શહેરની અનેક વિવિધ સ્વૈચ્છિક સંસ્થાઓમાં જોડાયેલ અનિલભાઈ કારયા તથા મંત્રી મુકેશભાઈ દતાની હાજરીમાં યોજાયેલી સ્વામી વિવેકાનંદની 128 મી જન્મ જયંતીની ઉજવણી સમારંભમાં આયોજન કરાયું હતું.
જેમાં રામકૃષ્ણ મિશનના સ્વામી હરિહર મહારાજે જણાવ્યું હતું કે રામકૃષ્ણ મિશનના પ્રભુત્વ મેગેઝિનની 125 વર્ષ થયા તેની ઉજવણી કરાઈ હતી. તેમણે ઝારખંડની ગામડાની દીકરીના ઘરે સ્વામી વિવેકાનંદ ગયા ત્યારે રૂ 300 આપ્યા. થોડા દિવસો પછી પૂછ્યું કે આ રૂપિયા નું શું કર્યું ત્યારે નાની દીકરી એ જવાબ આપ્યો કે આ જરૂરિયાત મંદ ગરીબોને ધાબળા લઈને આવ્યા. જીવન મોજશોખ, ભૌતિક સુખ માટે નથી પણ આધ્યાત્મિક માટે છે. બીજા માટે જીવો, બળ એ જ જીવન છે. નિર્બળતા એ મૃત્યુ છે. સ્વામીજીના વિચારોને આત્મસાત કરવા યુવાનોને આહવાન કરાયું હતું. આ પ્રસંગે ડોક્ટર વિ આર ગોઢાણિયા કોલેજના ડાયરેક્ટર ઇશ્વરભાઇ ભરડાએ એવું જણાવ્યું હતું કે 39 વર્ષ જીવન જીવનાર સ્વામી વિવેકાનંદ રાષ્ટ્રને સમર્પિત થયા હતા. રાષ્ટ્રવાદ ભાષા કે ધર્મથી પર છે.
રાષ્ટ્રવાદનો અર્થ વસુદેવ કુટુંબ છે. દેશ માટેની સમર્પણ અને ત્યાગની ભાવનાએ દેશભક્તિ હોવાનું જણાવ્યું હતું. આ પ્રસંગે સ્વામી વિવેકાનંદના જીવન અને કવન પર વકૃત્વ સ્પર્ધા યોજાઇ હતી. જેમાં વિજેતા બનેલ સ્પર્ધકોને પ્રોત્સાહિત કરવામાં આવ્યા હતા. ખાદી ભવન સંચાલિત પુસ્તકાલયમાં 17000 થી વધુ પુસ્તકોનો ખજાનો છે.
જેનો મોટી સંખ્યામાં વાચકો લાભ લઈ રહ્યા હોવાનું પણ જણાવ્યું હતું. 17000 થી વધારે અલભ્ય પુસ્તકો છે જેમાં ગુજરાતીના 10,000 અને હિન્દીમાં 3000 તેમજ અંગ્રેજી ભાષાના 4000 પુસ્તકોનો સમાવેશ થતો હોવાનું જણાવવામાં આવ્યું હતું. આ તકે મોટી સંખ્યામાં અગ્રણીઓ હાજર રહ્યા હતા.