પોરબંદરમાં રાષ્ટ્રવાદી જનચેતના પાર્ટીના હોદ્દેદારોની ચૂંટણીની રણનીતિ અંગે બેઠક યોજાઈ

પોરબંદરમાં રાષ્ટ્રવાદી જનતા પાર્ટીના જિલ્લા પ્રમુખ મહેશભાઈ નાંઢા દ્વારા સ્થાનિક સ્વરાજની ચૂંટણી તથા જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની ચુંટણીને અનુલક્ષીને તેમના કાર્યાલય ખાતે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું હતું. પોરબંદરમાં આવેલ જન ચેતના પાર્ટીના કાર્યાલય ખાતે યોજાયેલ મિટીંગમાં મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. જેમાં ઉપપ્રમુખ અસયન રાણીગા તથા વિનુભાઈ ભૂતિયા વગેરે હાજર રહ્યા હતા. અને આ ચૂંટણીમાં આગામી સમયમાં સ્થાનીક સ્વરાજની ચૂંટણીના અનુસંધાને રણનીતિ તૈયાર કરવામાં આવી હતી. ઉપરાંત આ બેઠકમાં આઇટી સેલના પ્રમુખ સહિત હોદ્દેદારોની નિયુક્તિ કરવામાં આવી હતી. જેમાં આઇટી સેલના પ્રમુખ પદે સવદાસ બાલસની વરણી કરાઈ હતી.