પોરબંદરના ઝુરીબાગ વિસ્તારમાં બટુકભોજનનું આયોજન સાગરપુત્ર સમન્વય સંસ્થા દ્વારા કરવામાં આવ્યું હતું.
સાગરપુત્ર સમન્વય સંસ્થા પોરબંદરમાં સેવાકીય કાર્ય કરવા સતત સક્રિય અને કાર્યરત છે. આ વખતે ઝુરીબાગ વિસ્તારમાં બે વખત બટુક ભોજનનું વિશેષ આયોજન કરવામાં આવ્યું હતું. બટુક ભોજનમાં નાના બાળકોને એક સાથે સમુહમાં ભોજન કરતા અને તેના દર્શન કરવા એ પણ એક લ્હાવો છે. પોરબંદરની જાણીતી સામાજિક સેવાભાવી સંસ્થા ‘સાગરપુત્ર સમન્વય’ દ્વારા સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવાના સ્વ. માતુશ્રી નાથીબેન રતનશી ખોરાવાને બટુકભોજન ખૂબ જ પ્રિય હતું માટે સંસ્થાના પ્રમુખ પ્રવિણભાઈ ખોરાવા, મહેન્દ્રભાઈ જુંગી, હરજીવનભાઈ કોટિયા, અશોકભાઈ ડી. ગોહેલ તથા મહિલા પ્રમુખ લીલાબેન મોતીવરસ, ઉમાબેન ખોરાવા, રેખાબેન જુંગી, દેવેશ્રી ખોરાવા દ્વારા આયોજન કરવામાં આવ્યું. આવા કાર્યો આ રીતે આ સંસ્થા કોરોના મહામારીના આ સમયમાં અવારનવાર કરતી રહી છે.

By admin