સાડા પાંચ વર્ષના બાળકને પોરબંદરમાં અપાયું નવજીવન

પોરબંદરમાં માત્ર સાડા પાંચ વર્ષના બાળકને અર્ધબેભાન અવસ્થામાં તેના માતા-પિતા રાહતદરે સારવાર આપતી આશા ચિલ્ડ્રન હોસ્પિટલ ખાતે લાવ્યા હતા, જ્યાં તેને જુવેનાઈલ ડાયાબીટીસ ટાઈપ-1 જેવી ગંભીર બિમારીઓની સારવાર અપાતા નવજીવન મળ્યું હતું.

આશા ચિલ્ડ્રન હોસ્પિટલના મેનેજર આશિષભાઈ થાનકીએ જણાવ્યું હતું કે હોસ્પિટલ ખાતે અર્ધબેભાન અવસ્થામાં લવાયેલા આ બાળકને ત્રણ દિવસથી ઉલ્ટીઓ થતી હતી, પેટમાં પાણી પણ રહેતું ન હતું, સાથે 4 થી 5 દિવસથી અસહ્ય પેટનો દુ:ખાવો અને એક રાતથી શ્ર્વાચ્છોશ્ર્વાસની પ્રક્રિયા અતિ ઝડપી બની ગયેલી…આ બાળકની સારવાર એક જનરલ પ્રેક્ટીશનર પાસે પણ કરાવેલ હતી.
આ બાળકની આશા હોસ્પિટલની બાળ રોગ નિષ્ણાંત ટીમ ડો. અનિલ જે. ઘાણી તથા ડો. વિધી જે. કડછા દ્વારા આઈ.સી.યુ. માં રાખી સારવાર કરવામાં આવેલ, સારવારમાં આ બાળકને જુવેનાઈલ, ડાયાબીટીસ, ટાઈપ-1 જેવી ગંભીર બિમારી માલુમ પડી હતી.

સેન્ટ્રલ લાઈન ઓક્સિજન સપ્લાય વડે અવિરત ઓક્સીજન આપી બ્લડ-સુગર અને યુરીન યુગર અતિ ઉંચા લેવલે જોતા ઈન્ફ્યુંજન પમ્પ દ્વારા ઈન્સ્યુલીન મોનીટર શરીરમાં ઓક્સિજનનું લેવલ પર નજર રાખવા પ્લસ ઓક્સીમીટર જેવી ઘનિષ્ઠ સારવાર આજે છ દિવસ પછી આ બાળ-મધુપ્રમેહના દર્દી સ્થિર અવસ્થામાં આવ્યો અને તેને હોસ્પિટલથી રજા આપવામાં આવી.

આ બાળકના માતા-પિતાના આશિવર્દિ આપતા હતા કે પોરબંદરમાં છેલ્લા 31 વર્ષથી અવિરત પણે સેવા આપતી સંસ્થા જો નજીવા દરે ના આપતી હોત તો અમારા જેવા ગરીબ માણસોની શું હાલત થાત ? અને નર્સિંગ સ્ટાફ તથા આ સંસ્થાના ટ્રસ્ટીગણનો આભાર માન્યો હતો.