ખેડુત આંદોલનમાં ચાલી રહેલી બબાલ વચ્ચે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ પ્રેસ કોન્ફરન્સ કરીને મોદી સરકાર પર નિશાન સાધ્યું હતું. રાહુલે કહ્યું હતું કે મોદી સરકાર વાતચીત કરવાને બદસે ખેડુતોની પિટાઇ કરી રહી છે. તેમણે ખેડુત આંદોલનકારીઓને અપીલ કરી હતી કે એક ઇંચ પણ પાછળ ન હટતા અમે તમારી સાથે જ છીએ.

રાહુલ ગાંધીએ ગણતંત્ર દિવસે થયેલી રેલીની વાત કરતા કહ્યું હતું કે ખેડુતોને લાલ કિલ્લા પર કોણે જવા દીધા? ગૃહ મંત્રી જણાવે કે લાલ કિલ્લા પર જવાનો આદેશ કોણે આપ્યો હતો. તેમણે કહ્યું કે ખેડુત આંદોલન હવે શહેરથી ગામડાં તરફ વળશે, હું ખેડુતોની સાથે જ છું. પ્રધાનમંત્રી એવું ન વિચારે કે ખેડુતોનું આંદોલન સમાપ્ત થઇ ગયું છે.

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ કહ્યું હતું કે એ સમજવું જરૂરી છે કે કેન્દ્ર સરકારે રજૂ કરેલા એ 3 કૃષિ કાયદા શું છે. પહેલાં કાયદાથી બજારો ખતમ થઇ જશે. બીજા કાયદાથી વેપારીઓ અનાજની જમાખોરી કરવા માંડશે અને ત્રીજા કાયદાથી મિનિમમ સપોર્ટ પ્રાઇસ ( એમએસપી) ખતમ થઇ જશે. રાહુલે આરોપ લગાવ્યો હતો કે સરકાર ખેડુતોને ધમકાવવાનો અને ડરાવવાનો પ્રયાસ કરી રહી છે.

રાહુલ ગાંધીએ કહ્યું કે આવનારા સમયમાં સરકાર મધ્યમ વર્ગને મોટો ઝટકો આપવા જઇ રહી છે. આવશ્યક ચીજ વસ્તુઓના ભાવ વધી જશે. અમે સમાધાન ઇચ્છીએ છીએ અને સમાધાન એ જ છે કે  આ ત્રણેય કૃષિ કાયદા પાછા ખેંચી લેવામાં આવે.

એ પછી રાહુલ ગાંધીએ ટવિટ કરીને કહ્યું કે ન તો ગાજીપુરમાં પોલીસ તૈનાત કરીને, ન સિંઘુ બોર્ડર પર પથરાવ કરીને, ન કોઇ ષડયંત્ર કરીને ખેડુતોનો ઉત્સાહને તોડી શકશો. આખો દેશ ખેડુતોની સાથે ઉભો છે, તમે તેમને ડરાવી ધમકાવી શકશો નહી.

ગણતંત્રના દિવસે ખેડુતોએ ટ્રેકટર રેલી કાઢી હતી એ દરમ્યાન ઘણી જગ્યા પર હિંસાના બનાવો સામે આવ્યા હતા. આંદોલનકારીઓએ લાલ કિલ્લા પર એક ધાર્મિક ધ્વજ પણ લહેરાવી દીધો હતો. આ ઘટનાથી સંયુકત કિસાન મોર્ચાએ પોતાને અલગ કરી દીધી છે. તો દિલ્હી પોલીસે આંદોનકારી નેતાઓની સામે એફઆઇઆર નોંધાવી છે. આ ઘટનામાં અત્યાર સુધીમાં 33 એફઆઇઆર નોંધાઇ ચુકી છે. 44 લોકો સામે લુકઆઇટ નોટિસ જારી કરવામાં આવી છે.પોલીસનું કહેવું છે કે આ ઘટનામાં 394 પોલીસ કર્મચારી ઘાયલ થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ Ab2news.com ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Ab2news ની મોબાઇલ એપ્લિકેશન.

By admin