વડાપ્રધાન મોદીનું મોસ્કોમાં રેડ કાર્પેટથી ભવ્ય સ્વાગત અમેરિકાએ પણ મોદીને અપીલ કરી છે કે યુનોના ચાર્ટર પ્રમાણે યુક્રેનની પ્રાદેશિક એકતા અક્ષુણ્ણ રહે તે રીતે આ વિવાદનો ઉકેલ લાવો.
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અત્યારે રશિયાની બે દિવસની મુલાકાતે છે. તેઓ મોસ્કો પહોંચ્યા ત્યારે તેઓનું રેડ કાર્પેટ અને ગાર્ડ ઓફ ઓનરથી ભવ્ય સ્વાગત કરાયું હતું. જયારે મોસ્કો સ્થિત ભારતીય યુવતીઓએ સામુહિક ભારત નાટયમ દ્વારા તેઓને આવકાર્ય હતા.વડાપ્રધાન માટે પ્રમુખ પુતિને અંગત ભોજન સમારંભ પણ યોજયો હતો. જે દરમિયાન તેઓએ કહ્યું હતું કે, યુદ્ધ-ભૂમિ ઉપર કોઇ પણ વિવાદના ઉકેલ આવી જ શકે નહીં.સાધનો જણાવે છે કે ભારતે પહેલેથી જ તે વાત ઉપર સતત વજન આપ્યા કર્યું છે કે યુદ્ધ-ભૂમિ ઉપર કોઈ પણ વિવાદનો ઉકેલ આવી જ શકે નહીં. તે રીતે યુક્રેન-યુદ્ધ પણ પારસ્પરિક અને રાજદ્વારી પદ્ધતિથી જ લાવી શકાય. ભારતે સતત કહ્યા કર્યું છે કે યુએનના ચાર્ટર (ખત-પત્ર) ને અનુસરીને જ મંત્રણા દ્વારા આ વિવાદનો ઉકેલ આવી શકે. વાસ્તવમાં સેનાકીય કાર્યવાહી કરતાં રાજદ્વારી રીતે જ કોઈ પણ વિવાદ ઉકેલવો અનિવાર્ય છે. ભારતનું આ લાંબા સમયથી વલણ રહ્યું છે.
બીજી તરફ અમેરિકાએ પણ વડાપ્રધાન મોદીને આ વિવાદનો ઉકેલ લાવવા અનુરોધ કર્યો છે. સાથે જણાવ્યું છે કે તે ઉકેલ એવી રીતે લાવવો જોઈએ કે જે યુનોના ખત-પત્રનેઅનુસરતો હોય અને તે દ્વારા યુક્રેનની અખંડિતતા તથા સાર્વભૌમત્વ અને પ્રાદેશિક એકતા અક્ષુણ્ણ રહે.વડાપ્રધાન મોદીએ પુતિન સાથે કરારો કર્યા હતા. જેમાં બંને દેશો વચ્ચે સંરક્ષણ, વિજ્ઞાન, ટેકનોલોજી અને આર્થિક તથા સામાજિક ક્ષેત્રે સહકાર સ્થાપવાનું નિશ્ચિત કરાયું હતું.નરેન્દ્ર મોદી ત્રીજી વખત વડાપ્રધાન બન્યા તે માટે પુતિને તેઓને અભિનદનો આપ્યાં હતાં.આ પૂર્વે બંને નેતાઓ વચ્ચે ફાર-ઇસ્ટમાં રહેલા બારમાસી બંદર (વાડીવોસ્ટોક)માં પણ મંત્રમાઓ યોજાઈ હતી.નિરીક્ષકો આશા રાખે છે કે મોદીની આ મુલાકાત યુક્રેન-યુદ્ધનાં અંતનુંપહેલું પગથિયું બની શકે તેમ છે.