એન્જિનિયરિંગની નિકાસમાં અડધાથી વધુ હિસ્સો શિપિંગ, એરક્રાફ્ટ પ્રોડક્ટ્સનો

વાણિજ્ય મંત્રાલયના ડેટા અનુસાર ઓક્ટોબરમાં એન્જિનિયરિંગની નિકાસમાં મૂલ્યની દ્રષ્ટિએ વાર્ષિક ધોરણે ૩.૧ બિલિયન ડોલરનો વધારો થઈને ૧૧.૨ બિલિયન ડોલર રહી છે અને તેમાંથી અડધાથી વધુનો હિસ્સો શિપિંગ અને એરક્રાફ્ટ પ્રોડક્ટ્સ દ્વારા કરવામાં આવતી નિકાસનો રહ્યો છે.જહાજો, બોટ અને ફ્લોટિંગ ઉત્પાદનો અને વિવિધ ભાગોના હેડ હેઠળની નિકાસ ઓક્ટોબરમાં વાર્ષિક ધોરણે ૧૪૦૦% વધીને ૧.૦૯ બિલિયન ડોલર થઈ ગઈ છે જે ગયા વર્ષના સમાન મહિનામાં ૭૨.૮ મિલિયન ડોલર હતી. એ જ રીતે ઓક્ટોબરમાં એરક્રાફ્ટ અને સંબંધિત ઉત્પાદનોની નિકાસ ૪૦૭% વધીને ૬૬૬.૫ મિલિયન ડોલર થઈ છે.એરક્રાફ્ટ અને જહાજો માટેના ભાગોની નિકાસ ઉપરાંત આ હેડ હેઠળની નિકાસમાં જહાજો અને એરક્રાફ્ટના સમારકામ, જાળવણી અને ઓવરહોલથી થતી કમાણીનો સમાવેશ થાય છે. ઓક્ટોબરમાં એન્જિનિયરિંગ નિકાસમાં વૃદ્ધિ માટે અન્ય મુખ્ય ફાળો આયર્ન અને સ્ટીલ અને તેમની પ્રોડક્ટસનો હતો. સેક્ટરમાંથી નિકાસ વાર્ષિક ધોરણે ૧.૭૩ બિલિયન ડોલર થઈ છે.

ઓક્ટોબર દરમિયાન એન્જિનિયરિંગ સેક્ટર દ્વારા નિકાસ વાર્ષિક ધોરણે ૩૮.૫% વધીને ૧૧.૧૯ બિલિયન ડોલર થઈ છે. તેના કારણે એકંદર નિકાસમાં એન્જિનિયરિંગ સેક્ટરનો હિસ્સો વધીને ૨૮.૭૨ ટકા થયો હતો જે ગયા વર્ષના સમાન મહિનામાં ૨૪.૧૬ ટકા હતો.સરકારે ૨૦૩૦ સુધીમાં ૩૦૦ બિલિયન ડોલરની અન્જિનિયરિંગ નિકાસનું લક્ષ્ય નક્કી કર્યું છે જ્યારે એકંદર વેપારી નિકાસ ૧ ટ્રિલિયન ડોલરનો સ્પર્શશે.આ વર્ષે એન્જિનિયરિંગની નિકાસ ૨૦૨૩-૨૪માં ૧૦૯ બિલિયન ડોલરથી વધીને ૧૨૫ બિલિયન ડોલરને સ્પર્શવાની અપેક્ષા છે. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *