બંને કઝિન બહેનો વચ્ચે અણબનાવની અટકળો. પ્રિયંકા પરિણિતીની સગાઈમાં આવી હતી પરંતુ લગ્ન વખતે ગેરહાજર રહી હતી.
પ્રિયંકા ચોપરાના ભાઈ સિદ્ધાર્થની સગાઈમાં પરિણિતી ચોપરાની ગેરહાજરી ચર્ચાનો વિષય બની છે. બંને બહેનો વચ્ચે કોઈ બાબતે અણબનાવ થયો હોવાની અટકળો ચાલી રહી છે. ઉલ્લેખનીય છે કે, પ્રિયંકા ચોપરા પરિણિતી ચોપરાના સગપણ વિધીમાં સામેલ થઇ હતી. પરંતુ લગ્નમાં તેણે હાજરી આપી ન હતી. પ્રિયંકાએ સોશિયલ મીડિયા પર જ પરિણિતીને શુભેચ્છા પાઠવી દીધી હતી. જોકે, સિદ્ધાર્થની સગાઈમાં પરિણિતી ચોપરાના માતાપિતા હાજર હોવાનું ચાહકોએ નોંધ્યું હતું. દરમિયાન અન્ય એક દાવા અનુસાર ખુદ પરિણિતી હાલ વિદેશમાં છે અને તેથી તે આ પ્રસંગમાં ગેરહાજર રહી હતી.