આવતાં વર્ષે ઈદ પર રીલિઝનો પ્લાન. શૂટિંગ માટે જૂના સમયના મુંબઈનો અદ્દલ સેટ સ્ટુડિયોમાં તૈયાર કરાયો.
સલમાન ખાન તેની આગામી એક્શન ફિલ્મ ‘સિકંદર’ માટે સતત દોઢ મહિનો શૂટિંગ કરવાનો છે. ફિલ્મ માટે એક સ્ટુડિયોમાં જૂના સમયના મુંબઈનો સેટ તૈયાર કરાયો છે. ફિલ્મમાં હિરોઈન તરીકે રશ્મિકા મંદાના છે. સાઉથનો કલાકાર સત્યરાજ ખલનાયકની ભૂમિકામાં છે. આમીર ખાનની ‘ગઝની’ ફિલ્મ બનાવનારા એ. આર. મુરુગાદોસ આ ફિલ્મનું દિગ્દર્શન કરી રહ્યા છે. પ્રતીક બબ્બર પણ આ ફિલ્મમાં મહત્વની ભૂમિકા ભજવતો જોવા મળશે. ફિલ્મ આવતા વર્ષે ઈદમાં રીલિઝ કરવાનું પ્લાનિંગ છે. સલમાનની કારકિર્દી છેલ્લા બે-ત્રણ વર્ષથી ખરાબે ચઢી છે. હવે આ એકશન ફિલ્મની સફળતા પર તેનો બહુ મોટો મદાર છે.