દુનિયાની ચર્ચિત મેસેજિંગ એપના CEOની ધરપકડ, ફ્રાન્સમાં એરપોર્ટ પર પોલીસે પકડી લીધા

દુનિયાની ચર્ચિત મેસેજિંગ એપ ટેલિગ્રામના સીઈઓ પાવેલ દુરોવની ફ્રાન્સમાં ધરપકડ કરી લેવામાં આવી હતી. આ માહિતી TF One TV દ્વારા શેર કરવામાં આવી હતી. માહિતી મુજબ, ટેલિગ્રામ મેસેજિંગ એપના અબજોપતિ સ્થાપક અને સીઈઓ પાવેલ દુરોવની શનિવારે સાંજે પેરિસની બહાર બોર્ગેટ એરપોર્ટ પર ધરપકડ કરવામાં આવી હતી. દુરોવ તેમના પ્રાઈવેટ જેટમાં મુસાફરી કરી રહ્યા હતા. જો કે ટેલિગ્રામે હજુ સુધી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપી નથી.

અગ્રણી મેસેજિંગ એપમાં સામેલ 

Facebook, YouTube, WhatsApp, Instagram, TikTok અને WeChat પછી ટેલિગ્રામ અગ્રણી સોશિયલ મીડિયા પ્લેટફોર્મ તરીકે ઓળખાય છે. તેનું આવતા વર્ષે એક અબજ યૂઝર્સ સુધી પહોંચવાનું લક્ષ્ય છે. દુબઈ સ્થિત ટેલિગ્રામની સ્થાપના રશિયન મૂળના દુરોવ દ્વારા કરવામાં આવી હતી. તેમણે 2014માં રશિયા છોડી દીધું હતું.

તો આ કારણે તેમની ધરપકડ કરવામાં આવી!

મળતી માહિતી મુજબ દુરોવની ટેલિગ્રામ એપ સાથે જોડાયેલા એક કેસમાં ધરપકડ કરવામાં આવી છે. ફ્રેન્ચ પોલીસે તેમની તપાસ ટેલિગ્રામ પર મોડરેટરના અભાવ પર કેન્દ્રિત કરી છે. પોલીસનું કહેવું છે કે મોડરેટરના અભાવે મેસેજિંગ એપ પર ગુનાહિત પ્રવૃત્તિને અવિરતપણે ચાલુ રાખવાની મંજૂરી મળી. 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *