સપ્ટેમ્બરથી સિંગાપુરમાં પોઇન્ટ આધારીત નોકરી આપવાનું શરૂ કરાઇ રહ્યું છે. જેમાં જેમની નોકરીનો પીરીયડ રીન્યુ કરવાનો થાય છે અને જે નવેસરથી નોકરી ઇચ્છે છે તેમણે પોઇન્ટ મેળવવા પડશે તેાજ તે લધુત્તમ પગારના હકદાર બનશે. જે લોકો વર્ક વિઝા પર સિંગાપુરમાં આવ્યા છે તેમને સપ્ટેમ્બરથી નવી પોઇન્ટ આધારીત સિસ્ટમ હેઠળ પસાર થવું પડશે. તોજ તેમને મીનીમમ વેતનમળી શકશે. પોતાના દેશના લોકોને જોબ મળી રહે તે માટે અનેક દેશો આવા પગલાં લેતા હોય છે. વિદેશથી આવતા અને સ્થાનીક લોકોને જોબનું બેલેન્સ કરવા આવા પગલાં લેવાય છે.
૧૨ મુખ્ય પોર્ટ પર ટ્રેફિક વધ્યો
દેશના ૧૨ મુખ્ય પોર્ટ પર કાર્ગો ટ્રાફિકમાં ૬.૮ ટકા જેટલો વધારો થયો છે. મહારાષ્ટ્રના જવાહરલાલ નહેરૂ પોર્ટ પર કાર્ગો ટ્રાફિકનો સૌથી વધુ ૧૫.૧૨ ટકા ગ્રોથ નોંધાયો છે. કોચીન પોર્ટ બીજા નંબરે આવે છે. ચિદમ્બરમ પોર્ટ પર ૭.૭૩ અને પ્રદીપ પોર્ટ પર ૭.૪૧ ટકા ગ્રોથ નોંધાયો છે. ૧૨ મુખ્ય પોર્ટમાં દિનદયાળ,મુંબઇ, મારમાગાઓ,ન્યુ મેંગલોર પોર્ટ, કોચીન, એન્નોર,ટુટીકોરન,વિશાખાપટનમ, પ્રદીપ, કોલકત્તા,હલ્દીયા,અને જવાહરલાલ નહેરૂનો સમાવેશ થાય છે.
સ્પેનમાં પોર્ન પાસપોર્ટની સિસ્ટમ
સ્પેનમાં સરકારે નવી મોબાઇલ એપ્લીકેશન લોન્ચ કરી છે. સ્પેનના માઇનોર છોકરા છોકરીઓ પોર્ન સાઇટોના રવાડે ના ચઢેે એટલે નવી એપ્લીકેશન બનાવી છે તેનો ઉપયોગ પણ ફરજીયાત કરાયો છે. પોર્ન જોતાં પહેલાં ઉંમરની ચકાસણી કરવાની રહેશે. આ એપ્લીકેશન કાર્ટેરા ડીજીટલ બીટા કે પાસપોર્ટ તરીકે ઓળખાય છે. સ્પેનમાં માઇનોર એજના યુવાનો મોટાપાયે પોર્નનું સેવન કરતા થયા છે. તેના માટે ડિજીટલ વેલેટ ફોર એજ વેરીફિકેશન પણ તૈયાર કરાયું છે. જે નવા પોર્ન પાસપોર્ટ રૂલ તરીકે પણ ઓળખાય છે.
મેરીકો ફેમિલીએ BKCમાં 65 કરોડનો ફ્લેટ ખરીદ્યો
કન્ઝ્યુમર ગુડ્સ કંપની મેરીકોના પ્રમોટર ફેમિલી પ્રિયાંજલી મેરીવાલે મુંબઇના બાન્દ્રા કૂર્લા કોમ્પલેક્ષ (BKC) માં ૬૫.૨૫ કરોડનો લકઝરી એપાર્ટમેન્ટ ખરીદ્યો છે. સિગ્નેચર આઇલેન્ડ ટાવરના રેસીડેન્શયલ સુપર પ્રિમિયમ ફર્સ્ટફ્લોર પર ૮,૩૦૦ સ્કેવરફીટની જગ્યાના ૬૫.૨૫ કરોડ ચૂકવાયા છે. આ પ્રોપર્ટી મેરીવાલે સ્ટારલાઇટ સિસ્ટમ પાસેથી ખરીદી છે. ટૂંકમાં એક સ્કેવર ફીટના ૭૮,૬૯૦ રૂપિયા ચૂકવાયા છે. આ સોદામાં સ્ટેમ્પ ડયુટીના ૩.૨૬ કરોડ ચૂકવાયા છે. એનજીઓ ચલાવતા પ્રિયાંજલી મેરીવાલના નામે સોદો થયો છે જે ઋષભ મરીવાલના પત્ની છે.
કેનેડામાં નોકરીના ધાંધીયા
કેનેડાનું આર્થિક તંત્ર અચાનક નબળું પડી જતાં નોકરીઓ મળતી નથી અને ધંાધીયા ઉભા થયા છે. કેનેડામાં બે રોજગારીનો દર ૬.૪ ટકા પર પહોંચ્યો છે જે છેલ્લા ૨૯ મહિનામાં સૌથી વધુ છે. ફુગાવાનો દર ના વધે એટલે બેંક ઓફ કેનેડા વોચ રાખી રહી છે. ભારતથી કેનેડા જતા વિદ્યાર્થીઓને એજન્ટો જોબનું પ્રોમીસ આપતા હોય છે પરંતુ ત્યાં જોબ શોધનારા અટવાયેલા જોવા મળે છે. સામાન્ય રીતે વિદ્યાર્થીઓ ભણવાની સાથે જોબ કરવાનું વધુ પસંદ કરે છે જેથી શિક્ષણનો ખર્ચ નીકળી શકે પરંતુ હવે તે આસાન નથી.
45 દિવસમાં પેમેન્ટના કાયદા સામે રજૂઆત
માઇક્રો એન્ડ સ્મેાલ એન્ટરપ્રાઇઝ (SMEs) સાથે સંકળાયેલો ૪૫ દિવસમાં પેમેન્ટના કાયદા સામે બજેટ આવતાં જ ફરી રજૂઆતો વધી છે. ૪૫ દિવસમા પેમેન્ટની સવલતથી નાના એકમોને વર્કીંગ કેપીટલની સમસ્યામાં રાહત થઇ છે. જે લોકો પેેમેન્ટ દબાવી રાખવાની ટેન્ડન્સી ધરાવતા હતા તે લોકો મુશ્કેલીમાં મુકાયા છે. ગઇ એેપ્રિલથી અમલમાં આવેલા આ કાયદાને ચાર મહિના પુરા થયા છે. જે લોકો પેમેન્ટના આપે તેને ઇન્કમટેક્ષ ડીડક્શનનો લાભ નહીં મળે તેવા કાયદાના કારણે પેમેન્ટ નિયમિત થવા લાગ્યું છે. પહેલાં પેમેન્ટની સાઇકલ ૯૦ દિવસની હતી પરંતુ તેમાંય ધાંધીયા જોવા મળતા હતા. નવા કાયદા હેઠળ દરેક ટેન્શનમાં છે. આ કાયદો પાછો ખેંચવા નાણાપ્રધાનને રજૂઆત કરાઇ છે.