વિશ્વ બજાર પાછળ સોનું ફરી વધીને રૂ.75,000ને પાર

મુંબઈ ઝવેરી બજારમાં આજે સોના-ચાંદીના ભાવમાં તેજી આગળ વધી હતી. વિશ્વ બજારના સમાચાર આગેકૂચ બતાવતા હતા. વિશ્વ બજારમાં સોનાના ભાવ ઔંશના ૨૩૫૭થી ૨૩૫૮ વાળા ઉંચામાં ૨૩૭૬ થઈ ૨૩૬૮થી ૨૩૬૯ ડોલર રહ્યા હતા.  વિશ્વ બજાર પાથછળ ઘરઆંગણે ઈમ્પોર્ટ કોસ્ટ વધતાં ભાવ ઉથળતાં જોવા મળ્યા હતા. અમદાવાદ ઝવેરી બજારમાં આજે સોનાના ભાવ ૧૦ ગ્રામના રૂ.૨૦૦ વધી ૯૯.૫૦ના રૂ.૭૪૮૦૦ તથા ૯૯.૯૦ના રૂ.૭૫૦૦૦ બોલાતા થયા હતા. અમદાવાદ ચાંદીના ભાવ કિલોના રૂ.૫૦૦ વધી રૂ.૯૧૫૦૦ રહ્યા હતા. વિશ્વ બજારમાં સોના પાછળ ચાંદીના ભાવ ઔંશના ૩૦.૨૭થી ૩૦.૨૮ વાળા ઉંચામાં ૩૦.૭૭ થઈ ૩૦.૬૦થી ૩૦.૬૧ ડોલર રહ્યા હતા.દરમિયાન, અમેરિકામાં નોન-ફાર્મ જૂનનો પેરોલનો જોબગ્રોથ ઘટી ૨ લાખ ૬ હજાર આવ્યો છે જે મે માં ૨ લાખ ૧૮ હજાર આવ્યો હતો. ત્યાં બેરોજગારીનો દર ૪થી વધી ૪.૧૦ ટકા આવ્યો છે. આમ ત્યાં જોબ માર્કેટ ઠંડી પડતાં ત્યાં વ્યાજ દરમાં ઘટાડો થવાની શક્યતા ફરી વધતાં વૈશ્વિક સ્તરે સોનામાં ફંડોનું બાઈંગ વધ્યું હતું. જ્યારે સામે બોન્ડ યીલ્ડ તથા ડોલર ઈન્ડેકસમાં પીછેહટ જોવા મળી હતી.

મુંબઈ બુલીયન બજારમાં આજે જીએસટી વગર સોનાના ભાવ ૯૯.૫૦ની રૂ.૭૨૧૭૯ વાળા વધી રૂ.૭૨૩૮૭ થઈ રૂ.૭૨૩૪૯ રહ્યા હતા. જ્યારે ૯૯.૯૦ના ભાવ રૂ.૭૨૪૬૯ વાળા રૂ.૭૨૬૭૮ થઈ રૂ.૭૨૬૪૦ રહ્યા હતા. મુંબઈ ચાંદીના ભાવ જીએસટી વગર રૂ.૯૦૦૧૮ વાળા રૂ.૯૦૭૧૪ થઈ રૂ.૯૦૭૦૯ રહ્યા હતા. મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા.દરમિયાન,  વિશ્વ બજારમાં પ્લેટીનમના ભાવ ઔંશના ૧૦૧૫થી ૧૦૧૬ વાળા ૧૦૧૭થી ૧૦૧૮ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ૧૦૩૩ વાળા નીચામાં ૧૦૧૯ થઈ ૧૦૨૬થી ૧૦૨૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આજે ૨.૮૧ ટકા ઉછળ્યા હતા. દરમિયાન, વૈશ્વિક ક્રૂડતેલના ભાવ વધુ ઉંચા ગયા હતા. બ્રેન્ટક્રૂડના ભાવ બેરલદીઠ ૮૬.૮૮ વાળા ઉંચામાં ૮૭.૬૪ થઈ ૮૭.૪૪ ડોલર રહ્યા હતા. જ્યારે યુએસ ક્રૂડના ભાવ ૮૩.૩૫ વાળા ૮૪.૨૪ થઈ ૮૩.૯૭ ડોલર રહ્યા હતા.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *