સેન્સેક્સ 570 પોઈન્ટના આંચકા બાદ અંતે 53 પોઈન્ટ ઘટીને 79997

સપ્તાહના અંતે સેન્સેક્સમાં વિક્રમી તેજીને વિરામ : લોકલ ફંડોનું વધતું પ્રોફિટ બુકિંગ

સપ્તાહના અંતે આજે સેન્સેક્સ બેઝડ ફંડોએ વિક્રમી તેજીને વિરામ આપ્યા સામે નિફટીમાં ફંડોની પસંદગીના ફ્રન્ટલાઈન શેરોમાં આકર્ષણે બંધની રીતે વિક્રમી તેજીને આગળ  ધપાવવામાં આવી હતી. આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં બે દિવસની તોફાની તેજી બાદ આજે પ્રોફિટ બુકિંગ થતાં અને બેંકિંગ-ફાઈનાન્શિયલ શેરો સાથે કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં વેચવાલીના પરિણામે સેન્સેક્સ આજે આરંભમાં ૫૭૦.૭૧ પોઈન્ટના કડાકે નીચામાં ૭૯૪૭૮.૯૬  સુધી આવી ગયો હતો. જે ઘટાડે હેવીવેઈટ શેરો સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ, હિન્દુસ્તાન યુનિલિવર, લાર્સન એન્ડ ટુબ્રો, એનટીપીસી, પાવર ગ્રીડ કોર્પ, નેસ્લે ઈન્ડિયામાં  મજબૂત ખરીદીએ છેલ્લા પોણા કલાકમાં મોટાભાગનો ઘટાડો પચાવી હાઈ વોલેટીલિટીના અંતે ૫૩.૦૭ પોઈન્ટ ઘટીને ૭૯૯૯૬.૬૦  બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ૫૦ સ્પોટ આરંભમાં ૧૩૩.૩૦ પોઈન્ટ તૂટીને નીચામાં ૨૪૧૬૮.૮૫ સુધી આવી છેલ્લા પોણા કલાકમાં ઓએનજીસી, સ્ટેટ બેંક, રિલાયન્સ, સિપ્લા, બ્રિટાનીયા, દિવીઝ લેબ., બજાજ ઓટો, અપોલો હોસ્પિટલ્સ, લાર્સન  સહિતમાં આક્રમક ખરીદીએ ઝડપી રિકવરીએ ૨૪૩૬૩ સુધી જઈ અંતે ૨૧.૭૦ પોઈન્ટ વધીને ૨૪૩૨૩.૮૫ બંધ રહ્યો હતો.કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૪૬ ઉછળ્યો : રેલ વિકાસ રૂ.૭૩ ઉછળી રૂ.૪૯૧ : થર્મેક્સ, લાર્સન ઉછળ્યા

કેપિટલ ગુડઝ શેરોમાં આજે આક્રમક ખરીદી ચાલુ રહેતાં બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૧૪૬.૧૪ પોઈન્ટ ઉછળીને ૭૫૧૩૧.૪૩ બંધ રહ્યો હતો. આરવીએનએલ રૂ.૭૨.૭૦ ઉછળીને રૂ.૪૯૧.૪૫, સીજી પાવર રૂ.૪૯.૬૦  વધીને રૂ.૭૭૨, થર્મેક્સ રૂ.૩૩૨.૧૫ વધીને રૂ.૫૬૧૯.૨૫, કેઈન્સ રૂ.૨૩૦.૪૦ વધીને રૂ.૪૨૩૮.૯૦, ટીટાગ્રહ રૂ.૪૦.૯૦ વધીને રૂ.૧૮૨૯.૬૦, લાર્સન એન્ડ ટુબ્રો રૂ.૫૪.૨૫ વધીને રૂ.૩૬૨૮.૪૫, મઝગાંવ ડોક શીપ રૂ.૮૧.૪૦ વધીને રૂ.૫૬૮૨.૨૦, સુઝલોન રૂ.૧.૪૫ વધીને રૂ.૫૫.૪૮ રહ્યા હતા.

ઓઈલ ઈન્ડેક્સ ૫૨૪ ઉછળ્યો : ઓએનજીસી રૂ.૧૧ ઉછળી રૂ.૨૮૮ : રિલાયન્સ રૂ.૭૨ વધીને રૂ.૩૧૮૦

ઓઈલ-ગેસ શેરોમાં ફંડોએ આજે આક્રમક ખરીદી કરી હતી. ઓએનજીસી રૂ.૧૧.૧૫ ઉછળીને રૂ.૨૮૮.૨૦, રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૭૨.૧૫ વધીને રૂ.૩૧૮૦.૦૫, ગેઈલ ઈન્ડિયા રૂ.૩.૯૦ વધીને રૂ.૨૨૨.૯૫, બીપીસીએલ રૂ.૩.૫૦ વધીને રૂ.૩૦૬.૩૫, એચપીસીએલ રૂ.૨.૩૦ વધીને રૂ.૩૩૨.૩૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૫૨૪.૦૨ પોઈન્ટ ઉછળીને ૩૦૧૫૨.૨૯ બંધ રહ્યો હતો.

હેલ્થકેર ઈન્ડેક્સ ૩૮૦ વધ્યો : શિલ્પા રૂ.૮૨ વધીને રૂ.૬૬૦ : માર્કસન્સ, શેલબી, બજાજ હેલ્થમાં તેજી

હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ કંપનીઓના શેરોમાં ફંડોની આજે સતત પસંદગીની આક્રમક ખરીદી રહી હતી. બજાજ હેલ્થકેર રૂ.૨૯.૩૫ વધીને રૂ.૩૫૬.૪૫, હાઈકલ રૂ.૨૯.૭૫ વધીને રૂ.૩૬૬.૬૦, મોરપેન લેબ રૂ.૩.૧૪ વધીને રૂ.૫૮.૯૧, હેસ્ટર બાયો રૂ.૧૪૧.૧૦ વધીને રૂ.૨૬૫૦.૧૦, લૌરસ લેબ રૂ.૨૩.૭૫ વધીને રૂ.૪૭૮, એનજીએલ ફાઈન રૂ.૮૯.૨૫ વધીને રૂ.૨૪૭૮.૫૦, આરપીજી લાઈફ રૂ.૫૭.૦૫ વધીને રૂ.૧૬૨૩, નોવાર્ટિસ રૂ.૩૮ વધીને રૂ.૧૧૩૭.૧૫, આરતી ડ્રગ્ઝ રૂ.૧૮.૨૫ વધીને રૂ.૫૫૪.૧૦ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૩૮૦.૦૯ પોઈન્ટ ઉછળીને ૩૮૨૪૬.૫૪ બંધ રહ્યો હતો.

હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૫૦ વધીને રૂ.૨૫૪૭ : ફ્લેર, લિન્ક, ડોમ્સ, બ્રિટાનીયા, સુખજીત સ્ટાર્ચમાં તેજી

એફએમસીજી શેરોમાં પણ ફંડોની આજે પસંદગીની મોટી ખરીદી રહી હતી. ફ્લેર રૂ.૧૩.૭૫ ઉછળીને રૂ.૩૩૧.૭૦, ફૂડ્સઈન રૂ.૬.૨૫ વધીને રૂ.૧૫૬.૬૫, લિન્ક રૂ.૨૩.૨૫ વધીને રૂ.૬૨૩.૫૦, ડોમ્સ રૂ.૭૦.૧૫ વધીને રૂ.૨૨૫૩.૬૫, બ્રિટાનીયા ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૧૮.૯૫ વધીને રૂ.૫૫૪૪.૭૫, હિન્દુસ્તાન યુનિલિવર રૂ.૫૦.૨૫ વધીને રૂ.૨૫૪૭.૨૦, સુખજીત સ્ટાર્ચ રૂ.૭.૩૦ વધીને રૂ.૪૮૧.૩૫, આઈટીસી રૂ.૪.૭૫ વધીને રૂ.૪૩૩.૬૫ રહ્યા હતા. બીએસઈ એફએમસીજી ઈન્ડેક્સ ૨૦૦.૩૦ પોઈન્ટ વધીને ૨૦૯૨૬.૭૮ બંધ રહ્યો હતો.

સ્ટેટ બેંક રૂ.૨૧ વધીને રૂ.૮૬૦ : યશ બેંકમાં હોલ્ડિંગ વેચવાના રિપોર્ટે ૧૧ ટકા ઉછળ્યો : એચડીએફસી ઘટયો

બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં આજે ફંડોએ પસંદગીની મોટી ખરીદી કરી હતી. યશ બેંકમાં સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયાએ હોલ્ડિંગ વેચવાને મંજૂરી આપ્યાના અહેવાલો વચ્ચે શેર રૂ.૨.૬૭ એટલે કે ૧૧.૧૪ ટકા ઉછળીને રૂ.૨૬.૬૩ રહ્યો હતો. સ્ટેટ બેંક ઓફ ઈન્ડિયા રૂ.૨૦.૮૦ વધીને રૂ.૮૬૦.૦૫, ફેડરલ બેંક રૂ.૫.૨૦ વધીને રૂ.૧૮૬, બેંક ઓફ બરોડા રૂ.૩.૬૫ વધીને રૂ.૨૭૩.૭૦, કોટક મહિન્દ્રા બેંક રૂ.૧૭.૫૫ વધીને રૂ.૧૮૫૧.૯૫ રહ્યા હતા. અલબત એચડીએફસી બેંકમાં મોટું પ્રોફિટ બુકિંગ થતાં રૂ.૭૮.૫૦ ઘટીને રૂ.૧૬૪૮.૧૦, ઈન્ડસઈન્ડ બેંક રૂ.૯.૪૦ ઘટીને રૂ.૧૪૩૩.૮૦ રહ્યા હતા.

પીએસયુ શેરોમાં તેજી : ઈરકોન રૂ.૨૮ વધીને રૂ.૩૦૮ : બીઈએમએલ, ન્યુ ઈન્ડિયા, કોચીન શીપયાર્ડમાં તેજી

પીએસયુ કંપનીઓના શેરોમાં આજે સતત મોટી ખરીદી રહી હતી. ઈરકોન ઈન્ટરનેશનલ રૂ.૨૮.૧૫ વધીને રૂ.૩૦૭.૭૫,  બીઈએમએલ રૂ.૪૧૨.૩૫ ઉછળીને રૂ.૫૦૬૬.૨૦, ન્યુ ઈન્ડિયા એસ્યોરન્સ રૂ.૧૭.૮૫ વધીને રૂ.૨૭૩.૭૫, કોચીન શિપાયાર્ડ રૂ.૧૫૧.૧૫ ઉછળીને રૂ.૨૮૩૫.૩૫, આઈઆરએફસી રૂ.૧૦.૬૦  વધીને રૂ.૧૮૮.૩૦, મિશ્ર ધાતુ રૂ.૨૩.૩૦ વધીને રૂ.૪૯૫.૫૦, જનરલ ઈન્સ્યોરન્સ રૂ.૧૬.૫૫ વધીને રૂ.૪૦૨.૩૫, સેઈલ રૂ.૪.૫૫ વધીને રૂ.૧૫૫.૫૦ રહ્યા હતા.

FPIs/FIIની શેરોમાં રૂ.૧૨૪૧ કરોડની ચોખ્ખી ખરીદી : DIIની રૂ.૧૬૫૧ કરોડની ચોખ્ખી વેચવાલી

એફઆઈઆઈઝની આજે  શુક્રવારે કેશમાં શેરોમાં વધુ રૂ.૧૨૪૧.૩૩ કરોડના શેરોની ચોખ્ખી ખરીદી થઈ હતી. કુલ રૂ.૧૩,૩૫૪.૩૦  કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૨,૧૧૨.૯૭ કરોડની વેચવાલી થઈ હતી. જ્યારે ડીઆઈઆઈ-સ્થાનિક સંસ્થાકીય રોકાણકારોની આજે કેશમાં રૂ.૧૬૫૧.૩૬ કરોડની ચોખ્ખી વેચવાલી થઈ હતી. કુલ રૂ.૧૨,૬૯૫.૦૭ કરોડની ખરીદી સામે કુલ રૂ.૧૪,૩૪૬.૪૩ કરોડની વેચવાલી થઈ હતી.

રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપ. રૂ.૨.૫૮ લાખ કરોડ વધીને રૂ.૪૪૯.૮૮ લાખ કરોડની નવી ઊંચાઈએ

સેન્સેક્સ, નિફટી બેઝડ આજે તેજીને વિરામ આપવામાં આવ્યા છતાં સપ્તાહના અંતે સ્મોલ, મિડ કેપ, એ ગુ્રપ, રોકડાના શેરોમાં સતત ખરીદી થતાં રોકાણકારોની સંપતિ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૨.૫૮ લાખ કરોડ વધીને રૂ.૪૪૯.૮૮ લાખ કરોડની નવી રેકોર્ડ ટોચે પહોંચ્યું હતું.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *