આપણે કહેવાયું છે કે સંતોષી નર સદા સુખી આ ખરેખર સાચી હકીકત છે પણ આજના યુગમાં કોઈને ક્યાંય સંતોષ નથી આ દુઃખનું મુખ્ય કારણ છે સંતોષ જેવું સુખ નથી અને અસંતોષ જેવું દુઃખ નથી આજના યુગમાં દેખા દેખી અને ખોટા ખર્ચાઓના કારણે કોઈને સંતોષ નથી આજથી થોડા વરસો પહેલાં માણસ ટૂંકી આવકમાં આનંદથી જીવી શકતો અને બચત પણ થતી આજે આ બધું અશક્ય બની ગયું છે જો સમજી વિચારીને જીવે તો સુખી થાય.
જીવનનો સાચો આનંદ
ભક્તિમાં રહેલો છે જો આપણે નિષ્કપટ ત્થા કોઈ જાતની અપેક્ષા વગર ભક્તિ કરીએ તો તે શ્રેષ્ઠ ભક્તિ છે ઈશ્વરને ભક્તની જરૂરિયાતની ખબર હોય છે. ઈશ્વર ભક્તોના કોઈ પણ કાર્યમાં વિઘ્ન આવવા દેતા નથી દરેક કાર્યો સારી રીતે પાર પાડે છે ઈશ્વરને ભક્ત ખૂબ જ પ્રિય છે ભક્ત વગર ઈશ્વર રહી જ ન શકે અને ભક્ત પણ ઈશ્વરની ભક્તિ કર્યા વગર ન રહી શકે ભક્તિમાં કોઈ જાતનો દંભ ન હોવો જોઈએ તો જ ભક્તિમાં સાચો આનંદ મળશે.
જીવન
માનવીનું જીવન એટલે સુખ દુઃખ મરણ જેવી કઈ ચીજથી ભરેલું હોય છે. માનવી જન્મે ત્યારથી રડે કે હસે એમના મા-બાપને દુઃખી થઈ જાય આવા સંસ્કાર મેં આપ્યા જ ન હતા. તે જ યુવાન મા-બાપનું કહેલું માને તો રાજી થાય આવા કેટલા યુવાનો હશે ? જીવન એટલે સદાચાર, માનવી એકબીજા સાથે સહકારથી રહે. તેના મનમાં એવા વિચાર થાય કે મારે જીવનમાં કંઈક બનવું છે કંઈક કરવું છે પામવું છે તેને જ જીવન કહેવાય.
જીવનમાં જન્મ મરણ હોય જ છે કરોડો જન્મેને મરણ પામે પણ આપણે જીવનમાં વચ્ચે કંઈક કરવું છે. ઘણા મોટા માનવી કઈ કરીને મરણ પામ્યા પછી પણ લોકો તેને યાદ કરે જ છે. ઘણા લોકોને વ્યસન હોય છે. તમાકુ, ચુનો, મસાલો, દારૂ પીવે, સિગારેટ બીડી પીવે તેનાથી ભયંકર રોગ થાય જાણતો હોવા છતાં લત છોડતો નથી. ભયંકર રોગ થાય પોતે તો દુઃખી થાય પણ સાથે બીજાને દુઃખી કરે છે. છેવટે તે મરણ પામે જીવન એવું બનાવો કે મરણ પછી પણ લોકો યાદ કરે. ગરીબોને અનાજ પૈસા કપડા જીવન જરૂરિયાત વસ્તુ આપો. દવાખાનામાં ગરીબોને ચ્હા બિસ્કીટ જેવી વસ્તુ સાથે બિલ ભરો. તેનું હાસ્ય એ જ જીવન છે.
સત્ય-પ્રેમ-કરુણા
સત્ય હોય ત્યાં પ્રેમ તથા કરુણા અવશ્ય આવે જ છે. આથી સત્યનો સાથ ક્યારેય છોડશો નહીં. કોઈપણ સંજોગોમાં સત્ય બોલવાનું ભૂલશો નહીં. સત્ય છે તો દુનિયામાં બધું જ છે. એ તો જે સમજે એ જ સમજી શકે. સત્યના પાયા ઉપર જ દુનિયાનું અસ્તિત્વ રહેલું છે. સત્યથી જીવનમાં સાચો આનંદ માણવા મળશે. સત્ય જ ઈશ્વર છે. એ તો જે જાણે તે જ જાણી શકે. બાકી સત્ય વગર બધું જ નકામું છે. સત્યના સો વરસ હોય છે અને દંભનો દાયકો હોય છે. સત્ય છાંયડો છે અસત્ય ધોમધખતો તડકો છે. સત્યમાં હંમશા લાલાશ છે અસત્યમાં ફીકાશ છે. દુનિયામાં સત્યથી કોઈ મોટો ઈશ્વર નથી. આથી હંમેશા સત્યનો સાથ લેવો અસત્યથી સદાય દૂર રહેવું.