ભારતમાં ગ્રીન એનર્જી અપનાવવાની ઝડપ વધી રહી હોવાથી, પાવર સેક્ટર આગામી કેન્દ્રીય બજેટમાંથી વધુ નીતિગત સમર્થન અને કર લાભોની અપેક્ષા રાખે છે. આ ક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓના એક્ઝિક્યુટિવ રિન્યુએબલ એનર્જીની સપ્લાય ચેઈન અને ગ્રીન હાઈડ્રોજન, ઓફશોર વિન્ડ અને એનર્જી સ્ટોરેજ સેક્ટર જેવા અન્ય નવા ક્ષેત્રોમાંના પ્રોજેક્ટ માટે જીએસટી દરમાં ફેરફાર અને નાણાકીય સહાયની અપેક્ષા રાખી રહ્યા છે.
આક્ષેત્ર સાથે સંકળાયેલી કંપનીઓના સુત્રોએ જણાવ્યું હતું કે ગ્રીન એનર્જી ઉદ્યોગ રિન્યુએબલ એનર્જી કમ્પોનન્ટ્સ પરના જીએસટી દરમાં ઘટાડો થવાની અપેક્ષા રાખે છે. સોલર મોડયુલ, વિન્ડ એનર્જી ટર્બાઇન અને ઇલેક્ટ્રોલાઇઝર પરના જીએસટીના વર્તમાન દરને ઘટાડીને પાંચ ટકા કરવાથી પ્રોજેક્ટની કિંમતમાં ઘટાડો થશે અને સમગ્ર દેશમાં ગ્રાહકો માટે રિન્યુએબલ એનર્જી અને હાઇડ્રોજનની કિંમતમાં ઘટાડો થશે.
સોલાર સેલ અને મોડયુલ અને ગ્રીન હાઇડ્રોજન સંબંધિત પ્રોજેક્ટ્સ પર કસ્ટમ ડયૂટી ઘટાડવાથી સોલાર પ્રોજેક્ટ્સની આર્થિક શક્યતામાં વધારો થશે. સરકારે મંજૂર મોડલ્સ અને મેન્યુફેક્ચરર્સ લિસ્ટ મંજૂર સોલાર મોડયુલ ખરીદવાની જરૂરિયાતને દૂર કરવાનું પણ વિચારવું જોઈએ, ખાસ કરીને વ્યાપારી અને ઔદ્યોગિક ક્ષેત્ર માટે.સરકારે મંજૂર મોડલ્સ અને મેન્યુફેક્ચરર્સ લિસ્ટ કંપનીઓની ક્ષમતા ઓછી હોવાથી અને ત્યાં કોઈ સીધી સબસિડી નથી, તેથી સરકારે આ જરૂરિયાત હળવી કરવી જોઈએ ભારતમાં મોડયુલ અને સેલના મુખ્ય ઘટકોના ઉત્પાદનને બજેટમાં પ્રોત્સાહન આપવું જોઈએ.
આ માટે ટકાઉ નીતિ, નિયમનકારી, નાણાકીય અને કર પ્રણાલીઓને પ્રોત્સાહન આપવું જોઈએ. ભારતમાં હોમ એપ્લાયન્સ મેન્યુફેક્ચરિંગનો મજબૂત ઈતિહાસ છે, છતાં રિન્યુએબલ એનર્જી મેન્યુફેક્ચરિંગ મશીનરી અને ઈક્વિપમેન્ટ પર અમારી નિર્ભરતા લગભગ ૧૦૦ ટકા છે. તાજેતરના વર્ષોમાં સ્વચ્છ ઊર્જાના નવા ક્ષેત્રો વિકસિત થયા છે.તેમાં ગ્રીન હાઇડ્રોજન, પ્લાન્ટ આધારિત બાયોફ્યુઅલ અને ગ્રીન સ્ટોરેજ જેવા ઇંધણનો સમાવેશ થાય છે. ઉર્જા ક્ષેત્રના નિષ્ણાતો કહે છે કે સ્થાનિક ઉદ્યોગને ઝડપથી વિકાસ કરવામાં મદદ કરવા માટે પ્રારંભિક સબસિડી સપોર્ટ અને આયાતી માલ પર કર મુક્તિ આપવાની જરૂર પડશે.